Yogi Adityanath slams Pakistan: કાસગંજ પહોંચેલા યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે `ઑપરેશન સિંદૂર` માટે પીએમ મોદી અને ભારતીય સેનાની પ્રશંસા કરી. તેમણે કહ્યું, "વડા પ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ, ભારતના બહાદુર સૈનિકોએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો.
યોગી આદિત્યનાથ (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
કાસગંજ પહોંચેલા યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે `ઑપરેશન સિંદૂર` માટે પીએમ મોદી અને ભારતીય સેનાની પ્રશંસા કરી. તેમણે કહ્યું, "વડા પ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ, ભારતના બહાદુર સૈનિકોએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો. જો આપણી પાસે મજબૂત સેના ન હોત, તો દેશના લોકો પાકિસ્તાન જેવા દુશ્મનોની હાજરીમાં કેવી રીતે સુરક્ષિત રહેત. હવે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે જો પાકિસ્તાન આપણાં એક પણ નાગરિકને છેડશે, તો તેણે તેના અસ્તિત્વ માટે લડવું પડશે અને આજે પાકિસ્તાન વિશ્વને વિનંતી કરી રહ્યું છે કે ભારત તેને માફ કરી દે. આનું કારણ એ છે કે છેલ્લા 10 વર્ષમાં, વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ, સેનાના આધુનિકીકરણ અને મજબૂતીકરણ માટે સતત કાર્ય કરવામાં આવ્યું છે."
સીએમ યોગીએ વધુમાં કહ્યું કે સેનાએ પોતાના યુનિફોર્મનું મૂલ્ય પાકિસ્તાને બતાવ્યું છે. `ઑપરેશન સિંદૂર` એ પાકિસ્તાનની કમર તોડી નાખી છે. સેનાએ પાકિસ્તાનને તેનું સ્થાન બતાવી દીધું છે. હવે પાકિસ્તાન દુનિયાને તેમના જીવ બચાવવા માટે વિનંતી કરી રહ્યું છે. આપણી સેનામાં લોકોની સુરક્ષા માટે ઘરોમાં ઘૂસીને મારવાની ક્ષમતા છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે સીએમ યોગી આદિત્યનાથે આજે કાસગંજ જિલ્લામાં 724 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રૉજેક્ટ્સના શિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો હતો. આ પછી તેમણે એક જાહેર સભાને સંબોધિત કરી. પોતાના સંબોધનમાં તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું અને કહ્યું કે અગાઉની સમાજવાદી પાર્ટીની સરકાર કાયદા સાથે રમત રમતી હતી. આંતરિક સુરક્ષામાં પોલીસની ભૂમિકા છે અને 2017 પહેલા કોઈ સુરક્ષિત નહોતું. બદમાશોએ આખા રાજ્યમાં અશાંતિ ફેલાવી હતી અને તોડફોડ કરી હતી. દીકરીઓ સુરક્ષિત નહોતી. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે પોલીસ માફિયાઓની દુશ્મન બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે કાસગંજમાં 724 કરોડ રૂપિયાના વિકાસ પ્રૉજેક્ટનું ઉદ્ઘાટન કરતી વખતે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે સૌભાગ્યની વાત છે કે તેમને ભગવાન વરાહના જન્મસ્થળની મુલાકાત લેવાની તક મળી છે. તેમણે કહ્યું કે તે આ ભૂમિને નમન કરે છે. તેમણે ભાજપ સરકારની પ્રશંસા કરતાં કહ્યું કે `અમારી ડબલ એન્જિન સરકાર અહીં ઝડપી વિકાસ કાર્ય કરી રહી છે."
તાજેતરમાં ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ મિસાઇલના ઉત્પાદન માટે બ્રહ્મોસ ઍરોસ્પેસ ઇન્ટિગ્રેશન ઍન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીના ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક નિવેદન આપ્યું હતું જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે. મુખ્ય પ્રધાન યોગીએ આતંકવાદ વિરુદ્ધ ઑપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેના, વડા પ્રધાન મોદી અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહને અભિનંદન આપ્યાં અને સેનાની બહાદુરીને સલામ કરી હતી.

