8 મેના રોજ પાકિસ્તાને જમ્મુ ક્ષેત્રમાં સામ્બા અને આર. એસ. પુરા સેક્ટરને નિશાન બનાવીને આઠ મિસાઇલ છોડી..જો કે, તમામ આવતી મિસાઇલોને ભારતીય સંરક્ષણ એકમો દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવી હતી, જેથી કોઈ નુકસાન અથવા જાનહાનિ થઈ નથી. ઝડપી અને અસરકારક પ્રતિક્રિયાએ ભારતની મજબૂત હવાઈ સંરક્ષણ ક્ષમતાઓ અને પરિચાલન સજ્જતા દર્શાવી હતી.