Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કફની દવા આંખમાં નાખી, ૧૯ મહિનાના બાળકની રોશની છીનવાઇ ગઈ

કફની દવા આંખમાં નાખી, ૧૯ મહિનાના બાળકની રોશની છીનવાઇ ગઈ

Published : 30 June, 2026 02:39 PM | IST | Banda
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯ મહિનાના દીકરાને શરદી, ઉધરસ અને આંખ લાલ થવાની ફરિયાદ સાથે પેરન્ટ્સ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ઉત્તર પ્રદેશના બાંદાની સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરની ઘોર બેદરકારીએ ૧૯ મહિનાના માસૂમની આખી જિંદગી અંધારામાં ધકેલી દીધી છે. શરદી-ઉધરસની સારવાર માટે આવેલા બાળકની આંખમાં કફ મટાડવાની દવા નાખી દેવાતાં તેની બન્ને આંખોની રોશની હંમેશ માટે જતી રહી હતી. આ ગંભીર ઘટના બાદ હૉસ્પિટલ પ્રશાસને તાત્કાલિક ૩ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે.

બનાવની વિગત એવી છે કે ૧૯ મહિનાના દીકરાને શરદી, ઉધરસ અને આંખ લાલ થવાની ફરિયાદ સાથે પેરન્ટ્સ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ફરજ પરના ડૉક્ટરે બાળકને તપાસીને આંખમાં ટીપાં નાખ્યાં હતાં. પરિવારજનોનો આરોપ છે કે ડૉક્ટરે આંખનાં ટીપાંને બદલે ભૂલથી કફની દવાનાં ટીપાં બાળકની આંખમાં નાખી દીધાં હતાં. ટીપાં નાખ્યાની મિનિટોમાં જ બાળક જોરજોરથી રડવા લાગ્યું અને તેની આંખો સૂજી ગઈ. હાલત ગંભીર બનતાં પરિવાર તેને બીજી હૉસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડૉક્ટરોએ બાળકની બન્ને આંખોની દૃષ્ટિ સંપૂર્ણપણે જતી રહી હોવાનું જણાવ્યું હતું.



બાળકના પપ્પાએ તાત્કાલિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તબીબી બેદરકારીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 02:39 PM IST | Banda | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK