ન્યુ ઝીલૅન્ડમાં હવે ફેરલ કૅટ્સ તરીકે જાણીતી જંગલી બિલાડીઓને ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
જંગલી બિલાડીઓ
ન્યુ ઝીલૅન્ડમાં હવે ફેરલ કૅટ્સ તરીકે જાણીતી જંગલી બિલાડીઓને ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું દેશના અનોખા વાઇલ્ડલાઇફ વૈવિધ્યને બચાવવા માટે લેવામાં આવ્યું છે. આ બિલાડીઓ પંખીઓ, ગરોળીઓ અને ચામાચીડિયાંનો શિકાર કરી રહી છે. એમાંથી કેટલાંક પંખી અને જંતુઓ દુર્લભ અને ભાગ્યે જ જોવા મળે એવી પ્રજાતિનાં હોય છે. થોડા સમય પહેલાં બિલાડીઓએ ૧૦૦થી વધુ દુર્લભ ચામાચીડિયાંનો શિકાર કર્યો હતો. આ જંગલી બિલાડીઓ કદમાં પણ જાયન્ટ હોય છે. પૂંછડી સાથે એમનું કદ લગભગ એક મીટર જેટલું હોય છે. આ બિલાડીઓ ટૉક્સોપ્લાઝમોસિસ નામની ચેપી બીમારી પણ ફેલાવી શકે છે. એનાથી માણસો, પાળતુ પ્રાણીઓ અને ઈવન ડૉલ્ફિન જેવાં જળચર પ્રાણીઓને પણ ચેપ લાગી શકે છે. આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દેશમાં જ્યાં પણ ફેરલ કૅટ્સ દેખાય એને મારી નાખવામાં આવશે.


