Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૬ ફૂટ લાંબાં આ બકરો અને બકરી ખાય છે કાજુબદામ

૬ ફૂટ લાંબાં આ બકરો અને બકરી ખાય છે કાજુબદામ

Published : 19 May, 2026 11:42 AM | IST | Burhanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુરહાનપુરમાં બકરીઓ પાળવાનું કામ કરતા હામિદ નામના એક ભાઈને ત્યાંનો બકરો ખાસ ચર્ચામાં છે

આ બકરો પંજાબી નસલનો છે

અજબ ગજબ

આ બકરો પંજાબી નસલનો છે


મુસ્લિમોનો તહેવાર બકરી ઈદ નજીક આવે એટલે માર્કેટમાં બકરાનું વેચાણ થવાનું શરૂ થઈ જાય. આ સમયમાં ખૂબ મોટી માત્રામાં બકરાઓની લે-વેચ થઈ રહી છે. જોકે મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં બકરીઓ પાળવાનું કામ કરતા હામિદ નામના એક ભાઈને ત્યાંનો બકરો ખાસ ચર્ચામાં છે. આ બકરો પંજાબી નસલનો છે. આ બકરો ૬ ફુટ લાંબો છે. એને ભોજનમાં ડ્રાયફ્રુટ્સ, મકાઈ અને છોલે ખાવા જોઈએ છે. આ બકરો હામિદને બહુ વહાલો છે. જેમ લોકો કૂતરાને સાંજે આંટો મરાવવા લઈ જાય એમ હામિદ એને લઈને આંટો મરાવવા જાય છે. પંજાબી નસલની બકરી વર્ષમાં બે વાર બચ્ચાં આપે છે અને એની કિંમત પચાસથી ૬૦ હજાર જેટલી હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 11:42 AM IST | Burhanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK