તાજેતરમાં શિવાંકે જસ્ટ એક મિનિટ એટલે કે ૬૦ સેકન્ડમાં ૧૬ સંગીતકારોની ધૂન સાંભળીને ઓળખી બતાવી હતી
શિવાંક વરુણ વરદરાજન
શિવાંક વરુણ વરદરાજન નામના જસ્ટ ૬ વર્ષના કલાકારમાં સંગીતનો રસ એટલો ઠાંસીને ભર્યો છે કે તે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સંગીત વાગતું હોય તો એની તર્જ શું છે અને એ કોણે બનાવી છે એ ઓળખી કાઢવામાં માહેર છે. શિવાંક બે વર્ષનો હતો ત્યારે ટૉમ ઍન્ડ જેરી જોતો હોય તો એમાં પણ ઑર્કેસ્ટ્રાની ધૂન ઓળખી લેતો. કોઈ પણ સંગીત સાંભળીને જ તે અંદાજ લગાવી લઈ શકે છે કે એમાં કઈ ધૂન વાગી રહી છે અને એ કયા આંતરરાષ્ટ્રીય સંગીતકારની છે. ધીમે-ધીમે કરતાં તો તેને બાક, મોઝાર્ટ, બીથોવેન, ચોપિન, વિવાલ્ડી, વેગનર અને તેમના જેવા અનેક ઇન્ટરનૅશનલ દિગ્ગજ સંગીતકારોની રચનાઓને ઓળખવામાં ફાવટ આવી ગઈ ગઈ હતી. તાજેતરમાં શિવાંકે જસ્ટ એક મિનિટ એટલે કે ૬૦ સેકન્ડમાં ૧૬ સંગીતકારોની ધૂન સાંભળીને ઓળખી બતાવી હતી. આ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં શિવાંગ વરદરાજનનું નામ નોંધાઈ ગયું છે.

