Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૭૦ વર્ષના દુલ્હાચાચા અને બાવીસ વર્ષની દુલ્હને કર્યું પોસ્ટ-વેડિંગ શૂટ

૭૦ વર્ષના દુલ્હાચાચા અને બાવીસ વર્ષની દુલ્હને કર્યું પોસ્ટ-વેડિંગ શૂટ

Published : 27 February, 2026 01:11 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનના રાવલપિંડીમાં થયેલાં એક લગ્ન સોશ્યલ મીડિયા પર વાઇરલ ટૉપિક બની ગયાં છે

દુલ્હો અને દુલ્હન

અજબ ગજબ

દુલ્હો અને દુલ્હન


પાકિસ્તાનના રાવલપિંડીમાં થયેલાં એક લગ્ન સોશ્યલ મીડિયા પર વાઇરલ ટૉપિક બની ગયાં છે. એમાં ૭૦ વર્ષના મૌલાના જેવા દેખાતા હકીમ બાબરે બાવીસ વર્ષની મહિલા સાથે નિકાહ કર્યા હતા. ઉંમરમાં ૪૮ વર્ષનો ફરક હોવા છતાં તેમની શાદીમાં થયેલી વિધિઓને કારણે એની ચર્ચા થઈ રહી છે. નિકાહ પછી કપલે પ્રોફેશનલ બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું હતું. દુલ્હા-દુલ્હન એકદમ અલગ જ અંદાજમાં પોઝ આપતાં દેખાય છે. ‘દિલ દિયા ગલ્લાં...’ ગીત ગણગણાવતી દુલ્હનની સાથે દુલ્હાચાચા પણ સૂર મિલાવે છે. એટલું જ નહીં, દુલ્હન સોળે શણગાર સજીને શરમાઈને બેઠી છે ત્યારે દુલ્હાચાચા આવીને દુલ્હનના ખોળામાં માથું મૂકીને રોમૅન્ટિક સ્ટાઇલમાં તસવીરો પડાવે છે. હકીમ બાબરનું કહેવું છે કે ‘આ શાદી દુલ્હનની મરજીથી થઈ છે. જો દિલ જુવાન હોય તો સંબંધો મજબૂત રહે છે. મેં એક તલાકશુદા મહિલા સાથે નિકાહ કર્યા છે અને એમાં કશું ખોટું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 01:11 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK