પૉલ બડલાઇનના આ પરાક્રમે માત્ર વર્લ્ડ રેકૉર્ડ નથી બનાવ્યો, ઘણા લોકોને યાદ અપાવ્યું છે કે શું શક્ય છે એ ઉંમર નહીં પણ સુસંગતતા નક્કી કરે છે.
૭૪ વર્ષ ૧૪૫ દિવસની ઉંમરના પૉલ બડલાઇને ૧૫ સેકન્ડ માટે ઉંમર, ઈજા અને ગુરુત્વાકર્ષણને પડકારીને હૅન્ડસ્ટૅન્ડ રહેવાનો નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો
અમેરિકામાં ન્યુ જર્સીના ૭૪ વર્ષ ૧૪૫ દિવસની ઉંમરના પૉલ બડલાઇને ૧૫ સેકન્ડ માટે ઉંમર, ઈજા અને ગુરુત્વાકર્ષણને પડકારીને હૅન્ડસ્ટૅન્ડ રહેવાનો નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. અગાઉનો રેકૉર્ડધારક ૭૦ વર્ષથી થોડી વધારે ઉંમરનો હતો. પૉલભાઈ કિશોરાવસ્થાથી જ હૅન્ડસ્ટૅન્ડ પ્રૅક્ટિસ કરી રહ્યા હતા અને પુખ્તાવસ્થા સુધી દિનચર્યાને જીવંત રાખી હતી. તેમના ફિટનેસ શેડ્યુલમાં ઍરોબિક્સ, સાઇક્લિંગ, વેઇટ-ટ્રેઇનિંગ અને નિયમિત હૅન્ડસ્ટૅન્ડ ડ્રિલ્સનો સમાવેશ થતો હતો. માત્ર કોવિડ લૉકડાઉન અને ૭૦ વર્ષની ઉંમરે થયેલી હિપ સર્જરી વખતે આ ક્રમ તૂટ્યો હતો. સર્જરીને કારણે પૉલભાઈ ૪૫ ડિગ્રીથી વધુ પગ ઉપાડી શકતા નહીં. તેમની ઊંચાઈ ૬ ફુટ બે ઇંચ છે અને વજન ૧૮૫ પાઉન્ડ (આશરે ૮૪ કિલો) છે. તેઓ હવે શક્ય એટલા લાંબા સમય સુધી પોતાની પ્રૅક્ટિસ જાળવી રાખવાની યોજના ધરાવે છે. પૉલ બડલાઇનના આ પરાક્રમે માત્ર વર્લ્ડ રેકૉર્ડ નથી બનાવ્યો, ઘણા લોકોને યાદ અપાવ્યું છે કે શું શક્ય છે એ ઉંમર નહીં પણ સુસંગતતા નક્કી કરે છે.

