જિંદગી જીવવાનો જુસ્સો ઉંમરનો મોહતાજ નથી હોતો એ વાત ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા એક ભારતીય દાદાજીએ સાબિત કરી બતાવી છે
આ પહેલાં પણ તેઓ ૧૫,૦૦૦ ફુટની ઊંચાઈએથી સફળતાપૂર્વક સ્કાયડાઇવિંગ કરી ચૂક્યા છે
જિંદગી જીવવાનો જુસ્સો ઉંમરનો મોહતાજ નથી હોતો એ વાત ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા એક ભારતીય દાદાજીએ સાબિત કરી બતાવી છે. સામાન્ય રીતે જે ઊંચાઈએ પહોંચતાં જ મોટા-મોટા યુવાનોના પગ ધ્રૂજી ઊઠે છે એ ૧૮,૦૦૦ ફુટની ગગનચુંબી ઊંચાઈએથી આ જાંબાઝ દાદાજીએ કોઈ પણ પ્રકારના ડર વગર સ્કાયડાઇવિંગ કરીને એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે એટલું જ નહીં, હવામાં હજારો ફુટની ઊંચાઈએથી સ્કાયડાઇવિંગ કરતી વખતે તેમણે પૂરા જોશ સાથે ‘જય હિન્દ, જય ભારત, જય હરિયાણા’ના નારા લગાવ્યા હતા જેનો એક વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ વાઇરલ વિડિયો તેમના પૌત્ર અંકિત રાણાએ ઇન્સ્ટાગ્રામ પર ‘દાદાજી સ્કાયડાઇવિંગ 18000 Ft’ કૅપ્શન સાથે પોસ્ટ કર્યો હતો. વિડિયોની શરૂઆતમાં અંકિત તેના દાદાજીને ઑસ્ટ્રેલિયાના એક ઍરપોર્ટ પર સ્કાયડાઇવિંગ માટે લઈ જતો જોવા મળે છે. વિમાનના દરવાજે પહોંચીને પૌત્રે પૂછ્યું, ‘દાદા, ડર તો નથી લાગી રહ્યોને?’ ત્યારે દાદાજીએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના હસતા મુખે જવાબ આપ્યો હતો કે ‘ડરે છે કોણ, હું?’ દાદાજીની આ એક જ વાતે નેટિઝન્સનાં દિલ જીતી લીધાં છે.
ADVERTISEMENT
અંકિતના જણાવ્યા અનુસાર તેના દાદાજી માટે સાહસની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ તેઓ ૧૫,૦૦૦ ફુટની ઊંચાઈએથી સફળતાપૂર્વક સ્કાયડાઇવિંગ કરી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમણે પોતાના રોમાંચ અને સાહસના સ્તરને વધુ ઉપર લઈ જઈને ૧૮,૦૦૦ ફુટની ઊંચાઈ પસંદ કરી હતી.
