Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જપાનમાં ૯૦ વર્ષના દાદા જીત્યા બૉડીબિલ્ડિંગ ચૅમ્પિયનશિપ, જીત્યો ૧૯મો નૅશનલ ખિતાબ

જપાનમાં ૯૦ વર્ષના દાદા જીત્યા બૉડીબિલ્ડિંગ ચૅમ્પિયનશિપ, જીત્યો ૧૯મો નૅશનલ ખિતાબ

Published : 21 September, 2026 05:33 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાનના ૯૦ વર્ષના બૉડીબિલ્ડર તોશિસુકે કાનાઝાવાએ ૮૫ વર્ષથી વધુ વયની કૅટેગરીમાં ઑલ જપાન માસ્ટર્સ ફિટનેસ ચૅમ્પિયનશિપ જીતીને ૧૯મું નૅશનલ ટાઇટલ જીત્યું. પત્નીની યાદ તેમને સતત પ્રેરણા આપે છે અને ફિટનેસ માટે ઉંમર અવરોધ નથી નવી પેઢી માટે.

જપાનના બૉડીબિલ્ડર તોશિસુકે કાનાઝાવા

જપાનના બૉડીબિલ્ડર તોશિસુકે કાનાઝાવા


આજના સમયમાં કેટલાક લોકો ૬૦ વર્ષે વૃદ્ધાવસ્થાના બહાના હેઠળ આરામની જિંદગી સ્વીકારી લેતા હોય છે ત્યારે જપાનના એક દાદાએ એવું પરાક્રમ કરી બતાવ્યું છે જેને જોઈને જિમમાં જતી યુવા પેઢી પણ આંગળાં કરડી ખાય. 
૯૦ વર્ષની પાકટ વયે જપાનના બૉડીબિલ્ડર તોશિસુકે કાનાઝાવાએ ઑલ જપાન માસ્ટર્સ ફિટનેસ ચૅમ્પિયનશિપ જીતીને પોતાના નામે ૧૯મું નૅશનલ ટાઇટલ કરી લીધું છે.
તોશિસુકે કાનાઝાવાએ ૮૫ વર્ષ અને એથી વધુ વયજૂથની કૅટેગરીમાં ભાગ લઈને આ ટ્રોફી પોતાના નામે કરી છે અને સાબિત કરી દીધું છે કે ફિટનેસ માટે ઉંમર ક્યારેય કોઈ અવરોધ બની શકતી નથી.
યુવાનવયે બૉડીબિલ્ડિંગ શરૂ કરનારા તોશિસુકે કાનાઝાવાએ ૩૪ વર્ષની ઉંમરે સ્પર્ધાઓ છોડી દીધી હતી, પરંતુ તેમની પત્ની બીમાર રહેતી હતી અને તેમને સ્ટેજ પર કસરત કરતા જોઈને રાજી થતી હોવાથી પત્નીની ખુશી માટે તેમણે ૫૦ વર્ષની ઉંમરે ફરી સ્પર્ધામાં વાપસી કરી હતી.
પત્નીના અવસાન પછી પણ તેઓ અટક્યા નહીં. તોશિસુકે કાનાઝાવા કહે છે કે સ્ટેજ પર મારું નામ જાહેર થાય છે ત્યારે મને એવું લાગે છે કે મારી પત્ની સ્વર્ગમાંથી મને જોઈ રહી છે અને આ જ વિચાર મને ૧૯મી વાર ચૅમ્પિયન બનવા માટે હિંમત આપતો રહ્યો.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 05:33 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK