ખેતરમાં એકલી રહેતી ૯૦ વર્ષની એક મહિલા સાથે ૪ બુરખાધારી બદમાશોએ ગૅન્ગરેપ કર્યો હતો. આરોપીઓએ પહેલાં વૃદ્ધાના મોંમાં કપડું ઠૂંસી દીધું હતું જેથી તેઓ બૂમો પાડીને કોઈની મદદ ન માગી શકે અને પછી વારાફરતી તેમની સાથે બળાત્કાર કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ખંડવામાં ૪ હેવાનોએ માણસાઈને શરમાવે એવું કૃત્ય કર્યું હતું. ખેતરમાં એકલી રહેતી ૯૦ વર્ષની એક મહિલા સાથે ૪ બુરખાધારી બદમાશોએ ગૅન્ગરેપ કર્યો હતો. આરોપીઓએ પહેલાં વૃદ્ધાના મોંમાં કપડું ઠૂંસી દીધું હતું જેથી તેઓ બૂમો પાડીને કોઈની મદદ ન માગી શકે અને પછી વારાફરતી તેમની સાથે બળાત્કાર કર્યો હતો. એ દરમ્યાન મહિલાને ગંભીર ઈજા થઈ હતી. બળજબરી કરવાને કારણે વૃદ્ધાનાં ગુપ્તાંગો ફાટી જતાં તેઓ લોહીથી લથબથ થઈ ગયાં હતાં. તેઓ ખેતરમાં જ ૧૨ કલાક સુધી તડપતાં રહ્યાં હતાં. એ પછી આરોપીઓ તેમના ખાટલાને ઊંચકીને ખેતરમાં આવેલા કૂવામાં ફેંકવા જઈ રહ્યા હતા ત્યારે આસપાસના લોકોને આ અજાણ્યાઓની અવરજવર પ્રત્યે શંકા જતાં ખાટલો ખેતરમાં જ પટકીને બદમાશો ફરાર થઈ ગયા હતા. શુક્રવારે સવારે ૧૧ વાગ્યે ખેતરમાંથી પૂળા ખરીદવા માટે આવેલા લોકોએ મહિલાના ખેતર પાસે ખાટલામાં ઘાયલ મહિલાને જોઈને તરત પોલીસને સૂચના આપી હતી. પ્રાથમિક તપાસમાં ખબર પડી હતી કે રેપને કારણે તેમનાં ગુપ્તાંગોને અત્યંત ગંભીર ઈજા થઈ છે. અત્યારે વૃદ્ધ દાદી પોલીસને નિવેદન આપી શકે એ સ્થિતિમાં પણ નથી.
