Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મુગટ સમજીને બોઘરણી માથામાં ભરાવી, ગળામાં ફસાઈ જવાથી ભારે થઈ

મુગટ સમજીને બોઘરણી માથામાં ભરાવી, ગળામાં ફસાઈ જવાથી ભારે થઈ

Published : 19 February, 2026 11:33 AM | IST | jalgaon
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે બાળકનું નાનું માથું એમાં ફસાઈ ગયું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી એટલે તેણે ભેંકડો તાણવાનું શરૂ કર્યું

હૉસ્પિટલમાં કામ કરતા પ્લમ્બરને બોલાવવામાં આવ્યો. વાસણ કાપતી વખતે વાસણ અને બાળકના માથા વચ્ચે ભીનું કપડું અને લાકડીની ‌શીટ ભરાવી દીધી

અજબ ગજબ

હૉસ્પિટલમાં કામ કરતા પ્લમ્બરને બોલાવવામાં આવ્યો. વાસણ કાપતી વખતે વાસણ અને બાળકના માથા વચ્ચે ભીનું કપડું અને લાકડીની ‌શીટ ભરાવી દીધી


મહારાષ્ટ્રના જળગાવમાં સાડાત્રણ વર્ષના એક બાળકે રમતાં-રમતાં ઘરમાં પડેલી ઍલ્યુમિનિયમની બોઘરણીને માથામાં મુગટની જેમ પહેરવાની કોશિશ કરી. જોકે બાળકનું નાનું માથું એમાં ફસાઈ ગયું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી એટલે તેણે ભેંકડો તાણવાનું શરૂ કર્યું. મોં બોઘરણીમાં હોવાથી શ્વાસ ઓછો લેવાતો હતો અને એમાંય રડવાને કારણે હાલત વધુ ખરાબ થઈ ગઈ. પરિવારજનોએ વાસણ કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ વાસણ ટસનું મસ થાય એમ નહોતું. તરત જ ડરેલા પેરન્ટ્સ બાળકને લઈને નજીકની હૉસ્પિટલમાં પહોંચ્યા. વાસણ માથામાંથી કાઢવા માટે ઍલ્યુમિનિયમ કટર વાપરવું પડે એમ હતું જેનાથી બાળકને નુકસાન થઈ શકે એવી સંભાવના હતી. એને કારણે લગભગ બેથી ત્રણ હૉસ્પિટલોએ તેમને ના પાડી દીધી. જોકે ડૉ. મિનાઝ પટેલે જોખમ ઉઠાવીને ઇલાજ કરવાનું નક્કી કર્યું. મશીન વાપરતી વખતે બાળકની ખોપડી કે ગરદનને ઘસરકો પણ ન પડે એ માટે તેમણે પૂરી તજવીજ કરી. હૉસ્પિટલમાં કામ કરતા પ્લમ્બરને બોલાવવામાં આવ્યો. વાસણ કાપતી વખતે વાસણ અને બાળકના માથા વચ્ચે ભીનું કપડું અને લાકડીની ‌શીટ ભરાવી દીધી. એને કારણે ગ્રાઇન્ડર જ્યારે ચાલે ત્યારે એમાંથી પેદા થતા તણખાથી બાળક દાઝે નહીં અને તણખા ભીના કપડામાં ઍબ્સૉર્બ થઈ જાય. પ્લમ્બરે મશીન ચલાવ્યું અને ડૉક્ટરે બાળકની સેફ્ટીનું ધ્યાન રાખીને વાસણને કાપવામાં મદદ કરી. લગભગ ૧૨ મિનિટ સુધી ગ્રાઇન્ડર ચલાવીને વાસણને બે જગ્યાએથી કાપવામાં આવ્યું ત્યારે બાળકનું માથું સકુશળ નીકળી શક્યું હતું. આખરે પેરન્ટ્સનો જીવ હેઠો બેઠો.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 11:33 AM IST | jalgaon | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK