Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હવે હાથો પકડી ન રાખવો પડે એવી સ્માર્ટ છત્રી આવી ગઈ

હવે હાથો પકડી ન રાખવો પડે એવી સ્માર્ટ છત્રી આવી ગઈ

Published : 05 July, 2026 02:38 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ એવી સ્માર્ટ અમ્બ્રેલા છે જે તમે જ્યાં જાઓ ત્યાં આપમેળે ઊડતી-ઊડતી તમને કવર કરે છે

સ્માર્ટ છત્રી

અજબ ગજબ

સ્માર્ટ છત્રી


એક ચાઇનીઝ એન્જિનિયરે ઊડતી છત્રીનો આવિષ્કાર કર્યો છે. આ એવી સ્માર્ટ અમ્બ્રેલા છે જે તમે જ્યાં જાઓ ત્યાં આપમેળે ઊડતી-ઊડતી તમને કવર કરે છે. તમારે હાથો પકડી રાખવો નથી પડતો. જાણે તમારા માટે જ ઊડતી રકાબી ફરતી હોય એવો અહેસાસ થાય. આ છત્રી વરસાદ અને ધોમધખતા તડકા બન્નેથી બચાવી શકે એવી છે. આ સ્માર્ટ છત્રી ડ્રોન ટેક્નૉલૉજીથી કામ કરે છે. એના ઉપરના આવરણની અંદર ચાર પ્રોપેલર લાગેલાં છે જે ડ્રોનની જેમ એને હવામાં ઊડવામાં મદદ કરે છે. એ છત્રીમાં સેન્સર્સ લાગેલાં છે જેને કારણે એ માણસને થ્રી-ડાયમેન્શનમાં ફૉલો કરી શકે છે. સેન્સર્સમાં સેટિંગ કરવાથી તમે જ્યાં જાઓ ત્યાં તમારી ઉપર જ ફરે છે.  આ છત્રીને ફોલ્ડ કરીને બૅગમાં પણ મૂકી શકાય એમ છે. 3D પ્રિન્ટિંગ અને કાર્બન ફાઇબર તેમ જ નાયલૉનથી બનેલી આ છત્રી બનાવતાં ચાઇનીઝ એન્જિનિયરને એક વર્ષનો સમય લાગ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2026 02:38 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK