Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ઇજિપ્તે વર્લ્ડ કપમાં પોતાનો પહેલો નૉકઆઉટ વિજય નોંધાવ્યો

ઑસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ઇજિપ્તે વર્લ્ડ કપમાં પોતાનો પહેલો નૉકઆઉટ વિજય નોંધાવ્યો

Published : 05 July, 2026 11:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોથી વખત વર્લ્ડ કપ રમનાર ઇજિપ્તે છેલ્લે ૧૯૩૪માં રાઉન્ડ ઑફ 16માં એન્ટ્રી કરી હતી

પેનલ્ટી શૂટઆઉટમાં જીતની ઉજવણી કરતી ઇજિપ્તની ટીમ

પેનલ્ટી શૂટઆઉટમાં જીતની ઉજવણી કરતી ઇજિપ્તની ટીમ


ગઈ કાલે ફુટબૉલ વર્લ્ડ કપના રાઉન્ડ ઑફ 32 મૅચમાં પેનલ્ટી શૂટઆઉટમાં ઑસ્ટ્રેલિયાને ૪-૨થી હરાવીને ઇજિપ્તે પોતાનો પહેલો વર્લ્ડ કપ નૉકઆઉટ વિજય મેળવ્યો. બન્ને વચ્ચે મુખ્ય મૅચ અેક્સ્ટ્રા ટાઇમ ઉમેરવા છતાં ૧-૧થી ડ્રૉ રહી હતી.

ચોથી વખત વર્લ્ડ કપ રમનાર ઇજિપ્તે છેલ્લે ૧૯૩૪માં રાઉન્ડ ઑફ 16માં એન્ટ્રી કરી હતી. જોકે અેની એકમાત્ર નૉકઆઉટ મૅચમાં ઇજિપ્તને હાર મળી હતી. સાતમી વખત વર્લ્ડ કપ રમનાર ઑસ્ટ્રેલિયા અગાઉ ૨૦૦૬ અને ૨૦૨૨માં જ રાઉન્ડ ઑફ 16માં એન્ટ્રી કરી શક્યું હતું.



ઇજિપ્તના હેડ કોચ હોસામ હસને ઐતિહાસિક જીત બાદ અમેરિકાના ડલ્લાસ સ્ટેડિયમમાં પૅલેસ્ટીનિયન ધ્વજ લહેરાવ્યો હતો. તેણે કહ્યું કે ‘હું આ જીત ઇજિપ્તના લોકો અને પૅલેસ્ટીનિયન લોકોને સમર્પિત કરી રહ્યો છું. તેઓ ઉમદા અને માનનીય લોકો છે. ભગવાન પૅલેસ્ટીનિયનોને વિજય આપે અને તેમના શહીદો પર દયા કરે.’


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2026 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK