સ્પર્ધાના આયોજકોએ એક શાંત પબ્લિક-પ્લેસમાં બીન બૅગ્સ પર બપોરની ટૂંકી ઊંઘ માટેની સ્પર્ધા યોજી હતી
લાંબા કામના કલાકો, સ્ટ્રેસ અને ડિજિટલ ઓવરલોડની અસરમાંથી છૂટવા માટે ગહેરી ઊંઘની ચકાસણી કરવામાં આવે છે.
સ્વસ્થ રહેવા માટે ઊંઘ બહુ જરૂરી છે. લોકો અન્ય ડિસ્ટ્રૅક્શન્સને કારણે પૂરતું સૂતા નથી અને લાઇફસ્ટાઇલને કારણે પેદા થતા રોગોના ભોગ બને છે. સાઉથ કોરિયામાં પણ આ સમસ્યાને કારણે સારી અને ડીપ સ્લીપ બાબતે જાગૃતિ લાવવા માટે ટૂંકા સમય માટે પણ રિલૅક્સ થઈને ડીપ સ્લીપનો અનુભવ કરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધાના આયોજકોએ એક શાંત પબ્લિક-પ્લેસમાં બીન બૅગ્સ પર બપોરની ટૂંકી ઊંઘ માટેની સ્પર્ધા યોજી હતી. આંખો પર પટ્ટી બાંધીને લોકો સૂઈ જાય ત્યારે તેઓ ઘેરી ઊંઘમાં છે કે ત્રુટક-ત્રુટક ઊંઘમાં એની તપાસ કરવા માટે સ્પર્ધકોના શરીર પર પીંછું ફેરવીને અને આંગળીમાં પલ્સમીટર પહેરાવીને શરીર કેટલું રિલૅક્સ થયું છે એ નોંધવામાં આવે છે. લાંબા કામના કલાકો, સ્ટ્રેસ અને ડિજિટલ ઓવરલોડની અસરમાંથી છૂટવા માટે ગહેરી ઊંઘની ચકાસણી કરવામાં આવે છે.
