તેમના મૃત્યુનાં પચીસ વર્ષ પછી પંડોલ પરિવારે વેચવા કાઢેલું એક પેઇન્ટિંગ તાજેતરમાં ૧૮ કરોડ રૂપિયામાં વેચાયું હતું.
મધ્ય પ્રદેશના જનગઢ શ્યામ નામના મશહૂર ચિત્રકારનું એક ચિત્ર તાજેતરમાં કરોડો રૂપિયામાં વેચાયું છે.
મધ્ય પ્રદેશના જનગઢ શ્યામ નામના મશહૂર ચિત્રકારનું એક ચિત્ર તાજેતરમાં કરોડો રૂપિયામાં વેચાયું છે. ૪૧ વર્ષ પહેલાં આ પેઇન્ટિંગ ભોપાલમાં ૧૫૦૦ રૂપિયામાં વેચાયું હતું. ૧૯૮૦ના દાયકામાં પોતાના ગામના જૂના ઘરમાં ગોંદ પેઇન્ટિંગ કરવા માટે જાણીતા જનગઢ શ્યામનું એક ચિત્ર ૧૯૮૫માં ભોપાલના પંડોલ પરિવારે ૧૫૦૦ રૂપિયામાં
ખરીદ્યું હતું. આ ચિત્રમાં ગોંદ સમાજની પૌરાણિક કથાને કૅન્વસ પર વણવામાં આવી છે. જનગઢ શ્યામ તો ૨૦૦૧માં ગુજરી ગયા, પરંતુ એ પછી તેમના કામને એટલી પ્રસિદ્ધિ મળી કે હવે તેમની કલાકૃતિઓ કરોડોમાં વેચાય છે. તેમના મૃત્યુનાં પચીસ વર્ષ પછી પંડોલ પરિવારે વેચવા કાઢેલું એક પેઇન્ટિંગ તાજેતરમાં ૧૮ કરોડ રૂપિયામાં વેચાયું હતું.
