આ સાથે જ તે એશિયન ગેમ્સમાં ગૉલ્ફમાં ભારત માટે સુવર્ણચંદ્રક જીતનારી સર્વપ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.
પ્રણવી ઉર્સ
ભારતની સ્ટાર ગૉલ્ફર પ્રણવી ઉર્સે એશિયન ગેમ્સમાં નવો ઇતિહાસ રચીને દેશનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. કાસુગાઈ કન્ટ્રી ક્લબના ઈસ્ટ કોર્સ પર યોજાયેલી ૪ દિવસીય સ્પર્ધામાં પ્રણવીએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને વ્યક્તિગત સ્ટ્રોકપ્લે ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ સાથે જ તે એશિયન ગેમ્સમાં ગૉલ્ફમાં ભારત માટે સુવર્ણચંદ્રક જીતનારી સર્વપ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.
વ્યક્તિગત ગોલ્ડ મેડલ ઉપરાંત પ્રણવીએ ટીમ ઇવેન્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના ઉત્કૃષ્ટ સ્કોર અને યોગદાનની મદદથી ભારતીય મહિલા ગૉલ્ફ ટીમે સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.
