Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં બની મેસીના શિલ્પ જેવી મીઠાઈ

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં બની મેસીના શિલ્પ જેવી મીઠાઈ

Published : 15 July, 2026 07:55 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફુટબૉલ વર્લ્ડ કપનો ફીવર અત્યારે ચરમસીમા પર છે ત્યારે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મીઠાઈઓમાં પણ લોકોને મેસી દેખાવા લાગ્યો છે.

મનોરમા સ્વીટ્સ નામની મીઠાઈની દુકાન ધરાવતા મેસીના ડાઇ-હાર્ડ ફૅન દેબાશિષ ઘોષે મીઠાઈઓથી મેસીનું શિલ્પ બનાવ્યું છે

મનોરમા સ્વીટ્સ નામની મીઠાઈની દુકાન ધરાવતા મેસીના ડાઇ-હાર્ડ ફૅન દેબાશિષ ઘોષે મીઠાઈઓથી મેસીનું શિલ્પ બનાવ્યું છે


ફુટબૉલ વર્લ્ડ કપનો ફીવર અત્યારે ચરમસીમા પર છે ત્યારે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મીઠાઈઓમાં પણ લોકોને મેસી દેખાવા લાગ્યો છે. મનોરમા સ્વીટ્સ નામની મીઠાઈની દુકાન ધરાવતા મેસીના ડાઇ-હાર્ડ ફૅન દેબાશિષ ઘોષે મીઠાઈઓથી મેસીનું શિલ્પ બનાવ્યું છે. તેમણે માવો, ખીર, વાઇટ ચૉકલેટ, ડાર્ક ચૉકલેટ અને થોડાક ફૂડ-કલર્સનો ઉપયોગ કરીને લીઅનલ મેસીની પ્રતિકૃતિ સમાન મૂર્તિ તૈયાર કરી છે જે સંપૂર્ણપણે મીઠાઈથી બની હોવાથી ખાઈ શકાય એવી છે. દેબાશિષ ઘોષ કહે છે, ‘મેસીનું આ મીઠું આર્ટવર્ક લોકોમાં બહુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ફુટબૉલના શોખ અને બંગાળની મીઠાઈ બનાવવાની પરંપરાનું મિશ્રણ કરીને ફુટબૉલના લેજન્ડનું શિલ્પ બનાવ્યું છે. ફુટબૉલપ્રેમીઓ આ સ્વીટ આર્ટવર્ક જોવા ભીડ લગાવી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 07:55 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK