દુકાનમાં અંદર લાગેલા CCTV કૅમેરાના ફુટેજમાં આરોપી ચોરી કરતો દેખાયો હતો
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના ભીલવાડામાં ચોરીનો એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં ચોર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનો માસ્ક પહેરીને મોબાઇલ શૉપમાંથી ડઝનબંધ સ્માર્ટફોન ચોરી ગયો હતો. ભીલવાડા જિલ્લાના કરેડા નામના કસબામાં એક મોબાઇલ શૉપમાં ચોર મોડી રાતે છત પરથી નીચે દુકાનમાં ઘૂસ્યો હતો અને લગભગ ચારથી પાંચ લાખ રૂપિયાની કિંમતના કુલ ૩૫-૪૦ સ્માર્ટફોન ચોરી ગયો હતો.
દુકાનમાં અંદર લાગેલા CCTV કૅમેરાના ફુટેજમાં આરોપી ચોરી કરતો દેખાયો હતો. એ વખતે તેના મોં પર માસ્ક લગાવેલો હતો. આ માસ્ક બીજા કોઈનો નહીં પણ નરેન્દ્ર મોદીના ચહેરાનો હતો.
