Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૫ વર્ષની ઉંમરે ડાકુ ઉઠાવી ગયેલા તે કન્યા ૬૫ વર્ષ બાદ ગામ પાછી ફરી

૧૫ વર્ષની ઉંમરે ડાકુ ઉઠાવી ગયેલા તે કન્યા ૬૫ વર્ષ બાદ ગામ પાછી ફરી

Published : 16 February, 2026 02:13 PM | IST | Hardoi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના બલદેવ ગામની બહાર છૂટાંછવાયાં ઘરોમાંથી કેટલાંક ઘર પર ડાકુઓએ ધાડ પાડી હતી. લગભગ ૬૫ વર્ષ પહેલાંની આ ઘટનામાં એક પરિવારના ઘરમાંથી ડાકુઓને ખાસ કીમતી ન મળ્યું તો ડાકુઓ ૧૫ વર્ષની મીઠની નામની કન્યાને ઉપાડી ગયા.

૧૫ વર્ષની ઉંમરે ડાકુ ઉઠાવી ગયેલા તે કન્યા ૬૫ વર્ષ બાદ ગામ પાછી ફરી

૧૫ વર્ષની ઉંમરે ડાકુ ઉઠાવી ગયેલા તે કન્યા ૬૫ વર્ષ બાદ ગામ પાછી ફરી


ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના બલદેવ ગામની બહાર છૂટાંછવાયાં ઘરોમાંથી કેટલાંક ઘર પર ડાકુઓએ ધાડ પાડી હતી. લગભગ ૬૫ વર્ષ પહેલાંની આ ઘટનામાં એક પરિવારના ઘરમાંથી ડાકુઓને ખાસ કીમતી ન મળ્યું તો ડાકુઓ ૧૫ વર્ષની મીઠની નામની કન્યાને ઉપાડી ગયા. મીઠનીનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં અને બીજા જ મહિને તેને સાસરે વળાવવાની હતી. જોકે ડાકુઓ તેને ઉપાડીને જંગલમાં જતા રહ્યા. અબોધ બાળકી પર નરાધમોએ ખૂબ જુલમ ગુજાર્યો. ખૂબ કામ કરાવ્યું, ખાવા ન આપ્યું અને શારીરિક શોષણ પણ કર્યું. ડાકુઓ તેમની સાથે આ મીઠનીને પણ લઈને અહીં-તહીં ભટકતા રહેતા હતા. એવામાં અલીગઢ પાસેના સમેધા ગામ પાસે સોહનલાલ નામના માણસને ડાકુઓ એક કન્યા પર જુલમ ગુજારતા હોવાની ખબર પડતાં તે ડાકુઓની સામે પડ્યો. તેણે સાથીઓ સાથે ધાડ પાડીને મીઠનીને ડાકુઓની ચુંગાલમાંથી છોડાવી દીધી. જોરજુલમને કારણે સાનભાન ભૂલી ચૂકેલી મીઠનીને નવું જીવન આપવા સોહનલાલે તેની સાથે લગ્ન કરી લીધાં. આ લગ્નથી તેમને પાંચ દીકરીઓ અને ત્રણ દીકરા થયાં. ધીમે-ધીમે મીઠનીબાઈને પોતાના ગામ અને ડાકુઓની ધાડની વાતો યાદ આવતી ગઈ અને તેને પોતાના ગામની મુલાકાત લેવાની ઇચ્છા થતી હતી. મીઠનીબાઈ હવે ૮૦ વર્ષનાં થઈ ગયાં છે ત્યારે તેમની નાની દીકરી માએ કહેલા ગામમાં ભરાતા મેળામાં તેમને લઈને આવી પહોંચી. અહીં મીઠનીબાઈનો તેમના ભાઈ અને પરિવાર સાથે મેળાપ થયો. ગામલોકો પણ દંગ રહી ગયા કે ૧૫ વર્ષની ઉંમરે ગુમ થયેલી કન્યા ૮૦ વર્ષની દાદી થઈને સકુશળ ગામ આવી શકી.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 02:13 PM IST | Hardoi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK