Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૬ વર્ષ પહેલાં આપેલું દાન બન્યું ઘટાદાર જંગલ: અમેરિકન શિક્ષકની મદદથી ચીનનું રણ બન્યું લીલુંછમ

૨૬ વર્ષ પહેલાં આપેલું દાન બન્યું ઘટાદાર જંગલ: અમેરિકન શિક્ષકની મદદથી ચીનનું રણ બન્યું લીલુંછમ

Published : 02 September, 2026 12:24 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૯૯માં અમેરિકન શિક્ષક રોનલ્ડ સકોલ્સ્કીએ ચીનના મુ ઉસ રણને હરિયાળું બનાવવાના પ્રયાસમાં ખેડૂત યિન યુઝેનને ૫૦૦૦ ડૉલરની મદદ કરી હતી. ૨૬ વર્ષ બાદ અહીં ઊભેલા ઘેઘૂર જંગલને જોઈ શિક્ષક ભાવુક થઈ ગયા.

૨૬ વર્ષ પહેલાં આપેલું દાન બન્યું ઘટાદાર જંગલ: અમેરિકન શિક્ષકની મદદથી ચીનનું રણ બન્યું લીલુંછમ

૨૬ વર્ષ પહેલાં આપેલું દાન બન્યું ઘટાદાર જંગલ: અમેરિકન શિક્ષકની મદદથી ચીનનું રણ બન્યું લીલુંછમ


દૂરદર્શિતા અને નિઃસ્વાર્થ મદદનું કેવું અદ્ભુત પરિણામ આવી શકે છે એનો એક હૃદયસ્પર્શી કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે. ૧૯૯૯માં રોનલ્ડ સકોલ્સ્કી નામના એક અમેરિકન શિક્ષકે ઉત્તર ચીનના ‘મુ ઉસ’ (Mu Us) રણપ્રદેશને લીલોછમ બનાવવા માટે લડત આપી રહેલા ઇનર મંગોલિયાના ખેડૂત યિન યુઝેનને ૫૦૦૦ ડૉલરનું ફન્ડ એકઠું કરીને મોકલ્યું હતું.
આ વાતનાં બરાબર ૨૬ વર્ષ પછી જ્યારે આ નિવૃત્ત અમેરિકન શિક્ષક ચીનની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી. જે જગ્યાએ એક સમયે માત્ર વેરાન રેતીના ઢુવા હતા ત્યાં આજે લહેરાતું ઘટાદાર લીલુંછમ જંગલ ઊભું હતું.
એ સમયે ચીનના ૪ મોટા રણપ્રદેશોમાં ગણાતા ‘મુ ઉસ’ રણનો ૮૦ ટકાથી વધુ વિસ્તાર આજે વનસ્પતિ અને વૃક્ષોથી ઢંકાયેલો છે. દાયકાઓ પછી બન્ને જૂના મિત્રો જ્યારે આ ઘેઘૂર જંગલમાં સાથે ચાલ્યા ત્યારે તેમના ચહેરા પર પોતાના દ્વારા વાવેલા પ્રેમ અને વૃક્ષોનું મોટું ફળ જોવાનો અદ્ભુત સંતોષ દેખાતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 12:24 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK