આ બ્રિજનું ઇન્ડિયન આર્મીએ મેકઓવર કરી નાખ્યું છે અને ૩૧ દિવસમાં બ્રિજને કૅફેમાં ફેરવી નાખ્યું છે.
આ કૅફેમાંથી સુંદર પહાડોનો નજારો જોવા મળે છે
અરુણાચલ પ્રદેશમાં ઇન્ડિયા-ચાઇના બૉર્ડર પાસે ‘બૉર્ડર બ્રૂ કૅફે’ નામની જગ્યા ખૂલી છે. એ જૂના પુલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. જેમિથાંગ ટાઉન પાસે ન્યામજંગ ચુ નામની નદી પર એક જૂનો બ્રિજ હતો. આ બ્રિજનું ઇન્ડિયન આર્મીએ મેકઓવર કરી નાખ્યું છે અને ૩૧ દિવસમાં બ્રિજને કૅફેમાં ફેરવી નાખ્યું છે. ઑપરેશન સદભાવના અંતર્ગત આર્મીએ આ કામ કર્યું છે. એનો હેતુ આ વિસ્તારમાં ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો અને લોકલ કમ્યુનિટી સાથે સંબંધો વધુ મજબૂત બનાવવાનો છે. નૉર્થ ઈસ્ટ ઇન્ડિયામાં આ પ્રકારનું પહેલું કૅફે છે જે આર્મીએ તૈયાર કર્યું છે અને જૂના પૌરાણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાચવીને મૉડર્ન લુકવાળું બનાવવામાં આવ્યું છે. આ કૅફેમાંથી સુંદર પહાડોનો નજારો જોવા મળે છે. આ કૅફે સ્થાનિક મોનપા જાતિની મહિલાઓ ચલાવે છે. તેમના માટે આ રોજીરોટીની તક છે. તેઓ આ વિસ્તારની ઇકૉનૉમીમાં ફાળો આપવાની સાથે ટૂરિસ્ટોમાં પરંપરાગત સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર પણ કરે છે.
