° °

આજનું ઇ-પેપર
Tuesday, 30 November, 2021


કોરોના વૅક્સિનથી બચવા માટે નકલી હાથ

27 October, 2021 10:31 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં વેચવા મુકાયેલા આ પ્રોસ્થેટિક હાથની કિંમત ૧૫૦૦ ડૉલર (આશરે ૧,૧૨,૦૦૦ રૂપિયા) રાખવામાં આવી હતી

નકલી હાથ

નકલી હાથ

કોરોનાની વૅક્સિન વિશે ખોટી માહિતી અને ભય ફેલાવવા સામે વિશ્વની સરકારો દ્વારા અનેક પ્રયાસ કર્યા છતાં રસીકરણના વિરોધીઓ જાતભાતના નુસખા અપનાવી રહ્યા છે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં એક નુસખાબાજે રસીના વિરોધીઓ માટે ઑનલાઇન માધ્યમોમાં નકલી હાથ વેચવા મૂક્યો હતો, જેના પર ડોઝ લઈને રસીથી બચી શકાય છે.

સોશ્યલ મીડિયામાં વેચવા મુકાયેલા આ પ્રોસ્થેટિક હાથની કિંમત ૧૫૦૦ ડૉલર (આશરે ૧,૧૨,૦૦૦ રૂપિયા) રાખવામાં આવી હતી અને તે ડાબો-જમણો બન્ને પ્રકાર અને ત્વચાના અનેક રંગોમાં ઉપલબ્ધ હતો. અન્ય પ્લૅટફૉર્મ્સ પર પણ આ પ્રોડક્ટ ઝડપથી વાઇરલ થવા લાગી. એમાં સૂચના આપી હતી કે ‘તમે જાડાં કપડાં પહેરીને પોતાનો સાચો ડાબો કે જમણો ગમે તે એક હાથ અંદર છુપાવી શકો છો અને એના સ્થાને આ પ્રોસ્થેટિક હાથ લગાવીને રસીનો ડોઝ લેવા જઈ શકો છે. આ નુસખાબાજીથી રસી લઈને પણ રસીથી બચી શકો છો.’

જોકે નેટિઝન્સ દ્વારા આ પ્રોડક્ટને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી અને તબીબોએ તો ત્યાં સુધી લખ્યું કે રસી આપનાર આરોગ્ય કર્મચારી પ્રોસ્થેટિક હાથ પારખી ન શકે એવું બને જ નહીં.

27 October, 2021 10:31 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

નોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો

નોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ત્રણ કલાકમાં ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો

29 November, 2021 05:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વાંદરાઓએ માણી મિજબાની

એક મંદિરની બહાર વાંદરાઓ મિજબાની માણી રહ્યા છે

29 November, 2021 05:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’

કેટલાક નેટિઝન્સ જૂસના આ ફ્યુઝનથી પ્રભાવિત થયા છે તો વળી કેટલાક શેરડીના રસ સાથે કરાયેલા અખતરાના આંચકાને સહન કરવા તૈયાર નથી. 

29 November, 2021 05:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK