Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઉંદરની અસલી ત્વચામાંથી બની છે આ અન્ડરવેઅર

ઉંદરની અસલી ત્વચામાંથી બની છે આ અન્ડરવેઅર

Published : 06 June, 2026 11:24 AM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાના એક બુટિકે વિચિત્ર અન્ડરવેઅર બનાવી છે જે ખૂબ વાઇરલ થઈ છે.

વિચિત્ર અન્ડરવેઅર

અજબ ગજબ

વિચિત્ર અન્ડરવેઅર


ઑસ્ટ્રેલિયાના એક બુટિકે વિચિત્ર અન્ડરવેઅર બનાવી છે જે ખૂબ વાઇરલ થઈ છે. અહીંની ફૅશનની દુનિયામાં એક શૉકિંગ ટ્રેન્ડ શરૂ થયો છે એ જોઈને પણ ચીતરી ચડે એવો છે. આ બુટિકે અસલી ઉંદરોની ત્વચા જ અન્ડરવેઅર પર ચીપકાવી દીધી છે. સામાન્ય રીતે ઉંદરનું નામ પડે તોય સૂગ ચડે, પરંતુ ઑસ્ટ્રેલિયાની કેટલીક મહિલાઓ ઉંદરોની ચામડીથી ડેકોરેશન કરેલી હોય એવી અન્ડરવેઅર પહેરવાની શોખીન છે. આ બૅન્ડનું નામ છે રૅટ ગિઝાર્ડ ઑડિટીઝ. એના ડિઝાઇનરે ગયા વર્ષે અસલી ટૅક્સીડર્મી ઉંદરોને અન્ડરવેઅર પર સીવવાનો આઇડિયા આપ્યો હતો. ટૅક્સીડર્મી ઉંદરમાં મરી ગયેલા ઉંદરની અંદરનો સડી જાય એવો ભાગ કાઢી નાખીને એની ખાલને મસાલા અને કેમિકલ્સથી પ્રિઝર્વ કરીને રાખવામાં આવે છે. મરી ગયેલા આ ઉંદરની ત્વચાને સાફ કરી કેમિકલ ટ્રીટમેન્ટ આપીને અન્ડરવેઅર પર સીવવાનું શરૂ થયું છે. લોકો આ આઇડિયાને ખૂબ જ ભદ્દો અને અત્યંત રોગિષ્ઠ માનસિકતાવાળો ગણાવે છે. જોકે કેટલાક ફૅશનપ્રેમીઓ એને બોલ્ડ અને ક્રીએટિવ આર્ટ પીસ ગણાવે છે. આ અન્ડરવેઅરની કિંમત લગભગ ૧૯૦ ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે લગભગ ૧૩,૫૦૦ રૂપિયા જેટલી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 11:24 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK