હનુમાન ચાલીસાની લઢણમાં તે દરેક ભાષાની ચાલીસા ગાઈ પણ સંભળાવે છે. તેને નાનપણથી જ ધર્મ અને અધ્યાત્મમાં બહુ રુચિ છે.
૧૪ વર્ષની આરાધ્યા સિંહ
બિહારની ૧૪ વર્ષની આરાધ્યા સિંહ નામની ટીનેજરે સનાતન ધર્મની ભાવનાને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી કુલ ૨૩૪ ભાષામાં હનુમાન ચાલીસાનો અનુવાદ કર્યો છે. આરાધ્યાએ મૈથિલી, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી, કોરિયન, જૅપનીઝ, લૅટિન સહિત અનેક વિદેશી ભાષાઓમાં હનુમાન ચાલીસાનું ટ્રાન્સલેશન કર્યું છે. તેને બધી જ ભાષા આવડે છે એવું નથી, પરંતુ તેણે ગૂગલ ટ્રાન્સલેટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ કામ કર્યું છે. ગયા વર્ષે છઠપૂજા પર્વમાં તેણે હનુમાન ચાલીસાના અનુવાદનું કામ હાથ ધરેલું. દરેક ભાષા અને એના શબ્દોના ભાવાર્થને સમજીને સાવધાનીપૂર્વક આ કામ કરતાં તેને ૬ મહિનાનો સમય લાગ્યો હતો. આરાધ્યાનું કહેવું છે કે વિદેશોમાં રહેતા યુવાનો પણ સનાતન ધર્મ સાથે જોડાય અને ધર્મભાવના બીજી ભાષાના લોકો સુધી પહોંચાડવા માટે તેણે આ કામ કર્યું છે. આરાધ્યાની મા રાની દેવીનું કહેવું છે કે માત્ર અનુવાદ જ નહીં, હનુમાન ચાલીસાની લઢણમાં તે દરેક ભાષાની ચાલીસા ગાઈ પણ સંભળાવે છે. તેને નાનપણથી જ ધર્મ અને અધ્યાત્મમાં બહુ રુચિ છે.

