Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દરભંગામાં દ્રાક્ષ ભરેલી ટ્રક નદીમાં પડી ગઈ, લોકો મદદ કરવાને બદલે દ્રાક્ષ લૂંટી ગયા

દરભંગામાં દ્રાક્ષ ભરેલી ટ્રક નદીમાં પડી ગઈ, લોકો મદદ કરવાને બદલે દ્રાક્ષ લૂંટી ગયા

Published : 21 February, 2026 01:51 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક તરફ ઊંચાઈએથી ટ્રક નદીમાં ખાબકી હોવાથી એનો ડ્રાઇવર અને ક્લીનર જખમી હતા

સ્થાનિકોએ એ ટોપલા લૂંટવા માટે નદીમાં ડૂબકી લગાવી દીધી

અજબગજબ

સ્થાનિકોએ એ ટોપલા લૂંટવા માટે નદીમાં ડૂબકી લગાવી દીધી


બિહારના દરભંગામાં સિંધવાડા વિસ્તારમાં એક નદી પાસેના પુલ પરથી દ્રાક્ષ ભરેલી ટ્રક સંતુલન ગુમાવીને સીધી નદીમાં જઈ પડી હતી. સામાન્ય રીતે આવા હાદસા સમયે સ્થાનિકો પાસેથી જ પહેલી મદદ મળતી હોય છે. જોકે અહીં તો સ્થાનિકોએ જોયું કે ટ્રકમાં ભરેલા દ્રાક્ષના ટોપલા નદીના પાણીમાં વહી રહ્યા છે. સ્થાનિકોએ એ ટોપલા લૂંટવા માટે નદીમાં ડૂબકી લગાવી દીધી. એક તરફ ઊંચાઈએથી ટ્રક નદીમાં ખાબકી હોવાથી એનો ડ્રાઇવર અને ક્લીનર જખમી હતા, પરંતુ તેમની ખબર પૂછવા કે તેમને બચાવવા કોઈ નવરું નહોતું. આમ જનતામાં પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ પાણીમાં ખાબકી પડેલી અને દ્રાક્ષનાં બૉક્સ લૂંટીને ઘરભેગાં કરવામાં લાગી પડી. દ્રાક્ષ લૂંટવા માટે લોકોમાં જબરી અફરાતફરી મચી ગઈ. જે લોકો નદીમાં ડૂબકી લગાવી શકે એમ નહોતા તેમણે તો બીજાએ કાઢેલી દ્રાક્ષને જ તફડાવીને ઝાપટવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાની જાણ કોઈ ભલા માણસે પોલીસને કરી અને ડ્રાઇવર-ક્લીનરને બચાવી લીધા. પોલીસ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં અડધોઅડધ માલ લૂંટાઈ ચૂક્યો હતો. પોલીસે આવીને પબ્લિકને ત્યાંથી ખદેડી. કેટલાક લોકોએ આ ઘટનાની રીલ્સ પણ બનાવી હતી. હવે પોલીસ આ વિડિયોના આધારે દ્રાક્ષ લૂંટનારા લોકોને ઓળખીને તેમના પર કાર્યવાહી કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 01:51 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK