Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માના મૃત્યુ પછી શોકસભામાં દીકરાએ રાખ્યો લૉન્ડા ડાન્સ

માના મૃત્યુ પછી શોકસભામાં દીકરાએ રાખ્યો લૉન્ડા ડાન્સ

Published : 02 June, 2026 11:37 AM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવાઈની વાત એ હતી કે પરિવારજનો, ગ્રામજનો અને મહેમાનો બધા જ આ ડાન્સની મોજ માણવા લાગ્યા હતા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી પરિવારજનો શ્રદ્ધાંજલિ કે શોકસભા રાખે છે જેથી પરિવારજનોના સંબંધીઓ ભેગા મળીને મૃત્યુ પામનાર વ્યક્તિના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શકે. જોકે બિહારના બેગુસરાય જિલ્લાના શિવનગર ગામમાં જાનકી દેવી નામનાં બહેનના મૃત્યુની શોકસભાનો માહોલ જોઈને ભલભલા ચોંકી ગયા હતા. ૧૯ મેએ માજી ગુજરી ગયાં હતાં અને ૩૦ મેએ તેમના બારમાના શ્રાદ્ધનું અને શ્રદ્ધાંજલિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જાનકી દેવીના પુત્ર પ્રતાપે માના શ્રાદ્ધકર્મના અવસરે પરંપરાગત ભજનમંડળી કે સાધુસંતો દ્વારા કીર્તન કરાવવાને બદલે ડાન્સર્સ આમંત્રિત કર્યા હતા. મંચ પર બાકાયદા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ લખેલું બૅનર હતું અને એમાં સ્વર્ગીય જાનકી દેવીની તસવીર પણ હતી. કાર્યક્રમની શરૂઆત સામાન્ય શોકસભા જેવી જ થઈ હતી, પણ ધીમે-ધીમે રાત ઢળતી ગઈ એમ માહોલ બદલાતો ગયો. એ પછી જાણે લગ્નની પાર્ટી હોય એવી ધમાલ જોવા મળી. સ્ટેજ પર જોરજોરથી લાઉડસ્પીકર પર લૉન્ડા ડાન્સ પર ઠૂમકા લાગ્યા હતા અને મોડી રાત સુધી ભોજપુરી ગીતો પર ડાન્સરોએ ડાન્સ કર્યો. નવાઈની વાત એ હતી કે પરિવારજનો, ગ્રામજનો અને મહેમાનો બધા જ આ ડાન્સની મોજ માણવા લાગ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 11:37 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK