માના મૃત્યુ પછી પિતા ગયા અને પિતાના અંતિમ સંસ્કાર પછી દીકરો અને પૌત્રી પણ ગયા
પ્રતીકાત્મક તસવીર
બિહારના બાંકા ગામમાં એક પરિવાર પર અચાનક જ મોતનો ઓછાયો એવો ઘેરાયો કે એક મહિનામાં આખો પરિવાર હતો-ન હતો થઈ ગયો. ૧૨ ડિસેમ્બરે અનુપમકુમાર નામના વ્યક્તિની મમ્મીનું કુદરતી રીતે જ નિધન થયું. માતાના શ્રાદ્ધકર્મની વિધિઓ હજી ૨૩ ડિસેમ્બરે પતી હતી, પણ અનુપમના પિતા પત્નીના જવાનો વિરહ સહન ન કરી શકતાં ૨૭ ડિસેમ્બરે તેમણે પણ દેહ છોડ્યો. જસ્ટ ૧૫ દિવસમાં
માતા-પિતા બન્નેને ગુમાવી ચૂકેલા અનુપમકુમારે મન કાઠું કરીને પિતાની વિધિઓ પણ પૂરી કરી. તેમનું શ્રાદ્ધકર્મ પૂરું કર્યા પછી તે પાછો આવી રહ્યો હતો ત્યારે ઠંડીમાં ધુમ્મસને કારણે ફોરલેન રસ્તા પર થયેલા અકસ્માતોમાં તેનું વાહન અડફેટે ચડી ગયું. એ અકસ્માતમાં અનુપમકુમાર અને તેમની દીકરીના મૃત્યુ થયાં હતા.


