Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૮૨ વર્ષના વડીલના અકાઉન્ટમાં અચાનક આવ્યા ૭૫૯ કરોડ રૂપિયા, ૧૦ મિનિટમાં જ ગાયબ પણ થઈ ગયા

૮૨ વર્ષના વડીલના અકાઉન્ટમાં અચાનક આવ્યા ૭૫૯ કરોડ રૂપિયા, ૧૦ મિનિટમાં જ ગાયબ પણ થઈ ગયા

Published : 14 July, 2026 01:57 PM | IST | Muzaffarpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્નેનાં ખાતાંમાં ૭૫૯ કરોડ રૂપિયાનું બૅલૅન્સ જોવા મળી રહ્યું હતું

૮૨ વર્ષના કામેશ્વર મિશ્રા અને તેમનો દિવ્યાંગ દીકરો

અજબ ગજબ

૮૨ વર્ષના કામેશ્વર મિશ્રા અને તેમનો દિવ્યાંગ દીકરો


બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના થતિયા સીહો ગામમાં ૮૨ વર્ષના કામેશ્વર મિશ્રા અને તેમનો દિવ્યાંગ દીકરો પેન્શન કાઢવા માટે ગ્રાહક સેવા કેન્દ્ર પહોંચ્યા હતા. પેન્શન કાઢ્યા પછી જ્યારે બન્નેએ 
બૅન્ક-ખાતાનું બૅલૅન્સ ચેક કરાવ્યું તો સ્ક્રીન પર જે રકમ આવી એ અકલ્પનીય હતી. બન્નેનાં ખાતાંમાં ૭૫૯ કરોડ રૂપિયાનું બૅલૅન્સ જોવા મળી રહ્યું હતું. મતલબ કે બન્ને ખાતાં મળીને લગભગ ૧૫ અબજ રૂપિયા. કામેશ્વર કવિ છે અને સોશ્યલ સિક્યૉરિટી પૅન્શન સ્કીમના લાભાર્થી તરીકે કૉમન સર્વિસ સેન્ટરમાંથી પેન્શન કાઢવા ગયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. સેન્ટરના સંચાલકે એ પછી તેમના ખાતામાંથી થોડીક રકમ કાઢવાની કોશિશ કરી, પરંતુ દરેક વખતે ટ્રાન્ઝૅક્શન વિફળ રહ્યું. ૧૦ મિનિટ પછી જ્યારે ફરીથી બૅલૅન્સ ચેક કર્યું તો બૅલૅન્સ સામાન્ય થઈ ગયું હતું. આ ઘટના પછી કામેશ્વર મિશ્રને લોકોએ ૧૦ મિનિટનો અબજપતિ કહેવાનું શરૂ કર્યું છે. આવા બે કેસ પ્રકાશમાં આવ્યા છે અને તપાસ બાદ સમસ્તીપુરના એક બૅન્ક-અધિકારીએ કહ્યું હતું કે આ ટેક્નિકલ ખામીને કારણે થયું છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 01:57 PM IST | Muzaffarpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK