Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચોર રંગેહાથ પકડાયો તો પહેલાં તેને પેટપૂજા કરાવી અને પછી તેને પોલીસને પૂછતાછ માટે સોંપી દીધો

ચોર રંગેહાથ પકડાયો તો પહેલાં તેને પેટપૂજા કરાવી અને પછી તેને પોલીસને પૂછતાછ માટે સોંપી દીધો

Published : 18 August, 2026 12:00 PM | IST | Sitamarhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના સીતામઢીમાં ચોરી કરવા ઘૂસેલા એક ચોરને ગ્રામજનોએ રંગેહાથ પકડી લીધો હતો. ચોર ડરથી ધ્રૂજી રહ્યો હતો અને રડતાં-રડતાં જમી રહ્યો હતો. ગ્રામજનોએ પહેલાં તેને ભોજન કરાવ્યું અને ત્યાર બાદ પોલીસને સોંપી દીધો.

ચોરને પેટપૂજા કરાવી અને પછી તેને પોલીસને પૂછતાછ માટે સોંપી દીધો

ચોરને પેટપૂજા કરાવી અને પછી તેને પોલીસને પૂછતાછ માટે સોંપી દીધો


બિહારના સીતામઢી જિલ્લાના એક ગામમાં ચોરી કરવા માટે ઘૂસેલા એક ચોરને ગ્રામજનોએ રંગેહાથ પકડી લીધો હતો. ચોર દૂબળો-પાતળો હતો અને પકડાઈ ગયા પછી ખૂબ ડરેલો પણ હતો. તેને હતું કે ગામવાળા લોકો તેને ખોખરો કરી નાખશે, પરંતુ ડરથી ધ્રૂજતા ચોરને જોઈને સ્થાનિકોએ તેને પહેલાં તો જમીન પર બેસાડી દીધો. પછી કોઈકના ઘરમાંથી ખાવાનું લાવીને તેને ખાવા આપ્યું. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા એક વિડિયોમાં જોઈ શકાય છે કે ચોતરફ લોકો ઘેરાયેલા લોકોની વચ્ચે ચોર રડતાં-રડતાં જમી રહ્યો છે. જાણે કેટલાય દિવસથી ભૂખ્યો હોય એમ તે ભોજન પર તૂટી પડે છે અને સાથે એક બુઝુર્ગને પૂછે છે કે કેમ તમે લોકો મને ખવડાવી રહ્યા છો? ત્યારે પેલો વડીલ કહે છે ‘તેં ચોરી મારા ઘરે જ કરી છે. જો તું મરી જઈશ તો કોણ જવાબ આપશે? પહેલાં ખાઈ લે, તને મરવા નહીં દઈએ. જીવતો રહીશ તો તારી ચોરી માટે પૂછપરછ પણ કરી શકાશે.’ચોરના જમ્યા પછી તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 12:00 PM IST | Sitamarhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK