આ સ્ટન્ટ દરમ્યાન એક પણ વાર માથા સિવાયના કોઈ પણ અંગને જમીન પર અડકાડ્યું પણ નથી
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આ અનોખા કારનામાને વિશ્વવિક્રમ તરીકે નોંધવામાં આવ્યું છે
ચીનના લી કિન્ગબો નામના યુવાને માથાના બળે પગથિયાં ચડવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. હેડસ્ટૅન્ડ એટલે કે શરીર પર માત્ર માથું જ ટચ થતું હોય એવી ઊંધી સ્થિતિમાં શરીરને ઊંચકીને એક-એક પગથિયું ચડવાનું લગભગ ઇમ્પૉસિબલ ગણાતું કામ લીભાઈએ પૉસિબલ કરી બતાવ્યું છે. તેણે એક-બે નહીં, ૪૦ પગથિયાંનું ચડાણ કર્યું છે. આ સ્ટન્ટ દરમ્યાન એક પણ વાર માથા સિવાયના કોઈ પણ અંગને જમીન પર અડકાડ્યું પણ નથી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આ અનોખા કારનામાને વિશ્વવિક્રમ તરીકે નોંધવામાં આવ્યું છે.
