અદાલતે ટીનેજરના પેરન્ટ્સને સંતાનોની ભૂલની ભરપાઈ કરવા કહ્યું છે.
તેમણે ટેબલ પર ચડીને ઊકળી રહેલા સૂપના વાસણમાં પીપી કરી હતી
ચીનની એક કોર્ટે બે ટીનેજરની ભૂલ માટે તેમનાં માતા-પિતાને ૨.૨ મિલ્યન યુઆન એટલે કે ૨.૭૧ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વાત એમ હતી કે શાંઘાઈની એક બહુ જાણીતી હૉટપૉટ રેસ્ટોરાંમાં ૧૭ વર્ષના વુ અને તાંગ નામના ટીનેજર્સે દારૂ પીને નશાની હાલતમાં ભદ્દી હરકત કરી હતી. તેમણે ટેબલ પર ચડીને ઊકળી રહેલા સૂપના વાસણમાં પીપી કરી હતી. આ વાતની ફરિયાદ હોટેલે પોલીસમાં કરી હતી. તેમણે આ બે ટીનેજર્સ પર રેસ્ટોરાંની શાખને નુકસાન પહોંચાડવાના પ્રયાસ બદલ કેસ ઠોક્યો હતો. અદાલતે ટીનેજરના પેરન્ટ્સને સંતાનોની ભૂલની ભરપાઈ કરવા કહ્યું છે. તેમને ૨.૪૭ કરોડ રૂપિયા રેસ્ટોરાંની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે માલિકને અને વાસણોની સફાઈ માટે ૧૬ લાખ રૂપિયા અને કાનૂની ખર્ચ માટે ૮.૬ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

