આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાબદી થઈ ગઈ હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ચીનનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં એક મહિલા હાઇરાઇઝ બિલ્ડિંગની બાલ્કનીમાંથી કૅશનું બંડલ લઈને નોટો હવામાં ઉડાડવા લાગી હતી. એને કારણે નીચે ઊભેલા લોકોમાં નોટો વીણવા માટે હોડ જામી હતી. પાછળથી સ્પષ્ટતા થઈ હતી કે ગ્વાંગડૉન્ગ વિસ્તારનો આ વિડિયો છે અને એમાં પતિ સાથે ઝઘડો થયા પછી બદલો લેવા માટે પત્નીએ ઘરમાં પડેલી ચલણી નોટો હવામાં ઉડાડી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાબદી થઈ ગઈ હતી. પહેલાં એવું લાગ્યું હતું કે આ કદાચ નકલી નોટો હોવી જોઈએ, પરંતુ જે સૅમ્પલ્સ પોલીસને હાથ લાગ્યાં એમાં ચલણી નોટો સાચી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે લોકોએ વીણેલી ચલણી નોટો પાછી જમા કરાવવાની વિનંતી કરી હતી, પણ કોઈ જમા કરાવવા આવ્યું નહોતું.
