ચીની બાસ્કેટબૉલ ખેલાડી ઝાંગ ઝિંગલિયાંગને તેની ગર્લફ્રેન્ડને હોમવર્કમાં મદદ કરવા માટે સૂટકેસમાં છુપાવીને ટીમની ડૉર્મિટરીમાં લાવવાના પગલે તેની ક્લબ ગુઆંગઝૂ લૂંગ લાયન્સ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
અજબગજબ
ઝાંગ ઝિંગલિયાંગને તેની ગર્લફ્રેન્ડ
ચીની બાસ્કેટબૉલ ખેલાડી ઝાંગ ઝિંગલિયાંગને તેની ગર્લફ્રેન્ડને હોમવર્કમાં મદદ કરવા માટે સૂટકેસમાં છુપાવીને ટીમની ડૉર્મિટરીમાં લાવવાના પગલે તેની ક્લબ ગુઆંગઝૂ લૂંગ લાયન્સ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ઝાંગની ગર્લફ્રેન્ડે પાંચમી જાન્યુઆરીએ કિંગડાઓ ઈગલ્સ સામેની મૅચના એક દિવસ પહેલાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી.
ઝાંગની ગર્લફ્રેન્ડે ચાઇનીઝ વિબો અકાઉન્ટ પર હોમવર્ક શીટ્સ સાથે સૂટકેસમાં પાડેલો તેનો ફોટોગ્રાફ અપલોડ કર્યો હતો. જોકે આ પોસ્ટ પર કમેન્ટ્સને પગલે તેણે આ પોસ્ટ દૂર કરી દીધી હતી. ઝાંગે દાવો કર્યો હતો કે તેણે આ સ્ટન્ટ તેની ગર્લફ્રેન્ડને અભ્યાસમાં મદદ કરવા માટે કર્યો હતો. તે આખી રાત અભ્યાસ કરવા માગતી હતી.
ADVERTISEMENT
જોકે આ પોસ્ટ પર વિવાદ થતાં ક્લબે નિવેદન બહાર પાડ્યું હતું કે ક્લબે મૅનેજમેન્ટ સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ ઝાંગને ક્લબની પ્રથમ ટીમની મૅચોમાં ભાગ લેવા માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઝાંગે ટીમના મૅનેજમેન્ટ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
જોકે ઝાંગે ક્લબની માફી માગી હતી, પણ ક્લબે તેનો નિર્ણય બદલ્યો નહોતો.