Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩૩ વર્ષમાં ૧૪ કરોડ રૂપિયા વાપરીને જગતભરના તમામ ૨૩૩ દેશ ફરી આવ્યા છે આ ચીની બિઝનેસમૅન

૩૩ વર્ષમાં ૧૪ કરોડ રૂપિયા વાપરીને જગતભરના તમામ ૨૩૩ દેશ ફરી આવ્યા છે આ ચીની બિઝનેસમૅન

Published : 13 September, 2026 03:00 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનના ૫૩ વર્ષના બિઝનેસમૅન ચેન જિનવેઈએ ૩૩ વર્ષમાં વિશ્વના ૨૩૩ દેશો અને પ્રદેશોની સફર પૂરી કરી છે. તેમણે આ પ્રવાસ પાછળ ₹૧૪ કરોડ ખર્ચ્યા હતા. કંપની અને પરિવારની જવાબદારી સાથે તેમણે દર મહિને વિદેશપ્રવાસ પણ કર્યો.

આ ચીની બિઝનેસમૅન ૨૩૩ દેશ ફરી આવ્યા છે

આ ચીની બિઝનેસમૅન ૨૩૩ દેશ ફરી આવ્યા છે


‘દુનિયા ફરવી એ માત્ર એક સપનું કે રજાઓની મજા નથી, પણ જીવન જીવવાનો એક અનોખો અંદાજ છે.’ આ વાત સાબિત કરી બતાવી છે ચીનના ૫૩ વર્ષના બિઝનેસમૅન ચેન જિનવેઈએ. તેમણે જીવનનાં ૩૩ વર્ષ આપીને વિશ્વના ૨૩૩ દેશોની સફર પૂર્ણ કરી છે. આમ તો જગતમાં સત્તાવાર માન્યતા પ્રાપ્ત ૧૯૫ દેશ છે; પણ કેટલીક સંસ્થાઓ એમાં અન્ય ટેરિટરીઝ, પ્રાંતો, સ્પેશ્યલ એરિયાઓનો પણ સમાવેશ કરે છે.
પોતાની આ મહત્ત્વાકાંક્ષી વર્લ્ડ-ટૂરનો છેલ્લો પડાવ પેરુ ખાતે પૂર્ણ કરીને તાજેતરમાં જ તેઓ પોતાના વતન પહોંચ્યા છે. દક્ષિણ ચીનના આ મશીનરી કંપનીના માલિકે પોતાની આ વર્લ્ડ-ટૂર પાછળ ૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ચેન જિનવેઈએ પોતાની આ નૉનસ્ટૉપ  સફર માટે ક્યારેય બિઝનેસ કે પરિવારની ઉપેક્ષા નથી કરી. તેઓ એક મહિનો ચીનમાં રહીને પોતાની કંપની અને પરિવારનું ધ્યાન રાખતા અને પછીના મહિને વિદેશપ્રવાસે નીકળી પડતા.
તેમની પ્રથમ વિદેશયાત્રા ૧૯૯૩માં સિંગાપોર, મલેશિયા અને થાઇલૅન્ડની હતી. આફ્રિકામાં સફર દરમ્યાન તેમને મલેરિયા થઈ ગયો હતો અને ગ્રીસમાં ભૂકંપનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૫માં એન્ટાર્કટિકા જતી ક્રૂઝમાં આગ લાગતાં ૨૦૧૬માં બીજા પ્રયાસે તેઓ ત્યાં પહોંચી શક્યા હતા.
પોતાના આ ૩૩ વર્ષના અવિરત પ્રવાસ બાદ ચેને દુનિયાભરના લોકોને એક જ સલાહ આપી છે: ‘રાહ ન જુઓ, સમય કોઈના માટે અટકતો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 03:00 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK