બીજા કર્મચારીઓને ટૉઇલેટમાં જવું હોય તો જવાબ પણ આપતા નથી. આથી કંપનીએ ટૉઇલેટની બહાર લાંબી સીડીઓ મૂકી હતી જેથી અંદર બેસી રહેલા કર્મચારીના ફોટોગ્રાફ લઈ શકાય
અજબગજબ
ટૉઇલેટમાં લાંબો બ્રેક લેતા અને સિગારેટ પીતા કર્મચારીઓના ફોટો લઈ લે છે ચીનની કંપની
ચીનમાં શેન્ઝેનના ગુઆન્ગડૉન્ગ પ્રાંતમાં આવેલી લિક્સન ડિયાશેંગ કંપનીએ બ્રેક લઈને ટૉઇલેટમાં બેસી રહેતા કર્મચારીઓના ફોટોગ્રાફ લઈને એને ટૉઇલેટની બહાર ચીપકાવતાં વિવાદ થયો છે. લોકોમાં આ કંપની સામે આક્રોશ ફાટી નીકળ્યો છે, પણ કંપનીએ એની આ ઍક્શનને બરાબર ગણાવી છે. કંપનીએ કહ્યું હતું કે કર્મચારીઓ કામના સમયે ટૉઇલેટમાં જતા રહે છે, અંદર તેઓ સિગારેટ પીએ છે કે મોબાઇલ પર ગેમ્સ રમે છે. લાંબા સમય સુધી તેઓ એમાં બેસી રહેતા હોવાથી બીજા કર્મચારીઓને પણ તકલીફ પડે છે. બીજા કર્મચારીઓને ટૉઇલેટમાં જવું હોય તો જવાબ પણ આપતા નથી. આથી કંપનીએ ટૉઇલેટની બહાર લાંબી સીડીઓ મૂકી હતી જેથી અંદર બેસી રહેલા કર્મચારીના ફોટોગ્રાફ લઈ શકાય. લોકોએ આ કંપની સામે ભારે રોષ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ કહ્યું હતું કે કંપની પ્રાઇવસીનો ભંગ કરે છે.
જોકે ચીનમાં આવું પહેલી વાર થયું નથી, ૨૦૨૧માં પણ એક કંપનીએ કર્મચારીઓના ઇન્ટરનેટ વપરાશનું મૉનિટરિંગ કર્યું હતું અને જે લોકો ફોનમાં ગેમ્સ રમતા હતા તેમને દંડ ફટકાર્યો હતો.