હવે તેનો ચહેરો એટલો સૂજેલો અને ફોડલીઆથી ભરેલો છે કે મેકઅપ પણ લગાવી શકાય એમ નથી રહ્યો.
ન્યુમિયા
ચીનની ન્યુમિયા નામની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે સુંદર દેખાવા માટે થઈને રોજ મેકઅપના થપેડા કર્યા એને કારણે જે હાલત થઈ એ તેણે તાજેતરમાં શૅર કરી હતી. અત્યારે તે ૩૭ વર્ષની છે અને તેને બહુ નાની ઉંમરથી જ મેકઅપની લત પડી ગઈ હતી. ૧૪ વર્ષની ઉંમરે તેને ચહેરા પર ખીલ થઈ જતાં એ છુપાવવા માટે તેણે લિક્વિડ કન્સીલર અને ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. રોજ મેકઅપ કરવાનું પોસાય નહીં એટલે તેણે સસ્તી પ્રોડક્ટ્સ વાપરવાની શરૂ કરી. રોજ રાતે થાકી જતી હોવાથી પ્રૉપરલી મેકઅપ ઉતાર્યા વિના જ તે સૂઈ જતી. એ પછી પણ ચહેરો સુંદર ન લાગતાં તેણે કૉસ્મેટિક સારવાર અને ઇન્જેક્શન લીધાં. એને કારણે તેનો ચહેરો લાલ થઈને સૂજી ગયો. હવે તેનો ચહેરો એટલો સૂજેલો અને ફોડલીઆથી ભરેલો છે કે મેકઅપ પણ લગાવી શકાય એમ નથી રહ્યો.

