Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૪ કરોડ રૂપિયાની વેપારી ડીલ માટે માતાએ ૧૨ લાખમાં આપી દીકરાની સુપારી

૧૪ કરોડ રૂપિયાની વેપારી ડીલ માટે માતાએ ૧૨ લાખમાં આપી દીકરાની સુપારી

Published : 14 February, 2026 01:40 PM | IST | Dehradun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૪ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી-ડીલ અને એના પર લાગેલા કોર્ટના સ્ટેને લઈને મા-દીકરા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

આ કેસની તપાસમાં પોલીસે એ બદમાશોને પકડી લીધા ત્યારે ખુલાસો થયો હતો

અજબગજબ

આ કેસની તપાસમાં પોલીસે એ બદમાશોને પકડી લીધા ત્યારે ખુલાસો થયો હતો


દેહરાદૂનમાં એક એવો હત્યાકાંડ થયો જે માની મમતા પર શંકા જગાવે છે. કરોડો રૂપિયાની પ્રૉપર્ટી-ડીલના વિવાદમાં મા-દીકરાના લોહીના સંબંધોમાં ષડ્યંત્ર ઘૂસી ગયું હતું. અર્જુન શર્મા નામના યુવકની હત્યાના કેસમાં ચાર સુપારી કિલર સાથે યુવકની માતાની પોલીસે ધરપકડ કરી છે. ૧૧ ફેબ્રુઆરીએ સવારે તિબ્બતી માર્કેટમાં અર્જુન શર્માની સ્કૂટીસવાર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ કેસની તપાસમાં પોલીસે એ બદમાશોને પકડી લીધા ત્યારે ખુલાસો થયો હતો કે આ હત્યામાં અર્જુનની મા પણ સંકળાયેલી હતી. રાધર, તેની માએ જ ૧૨ લાખ રૂપિયાની સુપારી આપીને દીકરાને પતાવી દીધો હતો.



અર્જુન શર્મા


વાત એમ હતી કે ૧૪ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી-ડીલ અને એના પર લાગેલા કોર્ટના સ્ટેને લઈને મા-દીકરા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. માએ ૧૪ કરોડમાં જમીન વેચી હતી અને આઠ કરોડ રૂપિયા લઈ લીધા હતા, પણ દીકરાએ કોર્ટમાં જઈને એના વેચાણ પર સ્ટે મુકાવ્યો હતો. આઠ કરોડ આપવા છતાં ખરીદદારને જમીન ન મળતાં તેણે અર્જુનની માની સાથે મળીને તેના જ દીકરાને પતાવવાની સાજિશ રચી. અર્જુનને શૂટ કરવામાં આવ્યો એના થોડા સમય પહેલાં માએ જ અર્જુનને ફોન કરીને તેનું લોકેશન જાણ્યું હતું અને શૂટર્સને પ્રોવાઇડ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 01:40 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK