Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિવાળીમાં કર્મચારીઓને મીઠાઈને બદલે ‌ગિફ્ટમાં મળ્યો આઇફોન- 16

દિવાળીમાં કર્મચારીઓને મીઠાઈને બદલે ‌ગિફ્ટમાં મળ્યો આઇફોન- 16

Published : 06 November, 2026 01:33 PM | Modified : 06 November, 2026 03:59 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્મચારીઓએ બૉક્સ ખોલીને તેમને મળેલી દિવાળીની ગિફ્ટ સાથે જાતજાતના પોઝ આપીને પોતાની કંપનીની પ્રશંસા કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી હતી. આ રીલ્સ જોઈને કેટલાય લોકોએ પૂછી લીધું હતું કે શું આ કંપનીમાં નોકરી મળી શકે?

દિલ્હીની એક કંપનીએ કર્મચારીઓને જે ગિફ્ટ આપી એ જોઈને તમામ કર્મચારીઓના ચહેરા ખીલી ઊઠ્યા

અજબ ગજબ

દિલ્હીની એક કંપનીએ કર્મચારીઓને જે ગિફ્ટ આપી એ જોઈને તમામ કર્મચારીઓના ચહેરા ખીલી ઊઠ્યા


દિવાળી પર કંપનીઓ મીઠાઈ કે ડ્રાયફ્રૂટ્સના ડબ્બા કર્મચારીઓને આપતી હોય છે, પણ દિલ્હીની એક કંપનીએ કર્મચારીઓને જે ગિફ્ટ આપી એ જોઈને તમામ કર્મચારીઓના ચહેરા ખીલી ઊઠ્યા. દિલ્હીની ફાઇનૅન્સરસાબ નામની કંપનીએ દરેક કર્મચારીના ડેસ્ક પર ગિફ્ટ-બૉક્સમાં આઇફોન-16 મૂક્યા હતા. કર્મચારીઓ સવારે જ્યારે આવ્યા અને ડેસ્ક પર આવી મજાની ગિફ્ટ જોઈ એ પછી તેમનું રીઍક્શન શું હતું એનો વિડિયો લેવામાં આવ્યો. કર્મચારીઓએ બૉક્સ ખોલીને તેમને મળેલી દિવાળીની ગિફ્ટ સાથે જાતજાતના પોઝ આપીને પોતાની કંપનીની પ્રશંસા કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી હતી. આ રીલ્સ જોઈને કેટલાય લોકોએ પૂછી લીધું હતું કે શું આ કંપનીમાં નોકરી મળી શકે?


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 03:59 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK