Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભંગારમાં આપી દીધેલી લોખંડની જૂની અલમારીમાંથી નીકળ્યાં દસ લાખનાં ઘરેણાં

ભંગારમાં આપી દીધેલી લોખંડની જૂની અલમારીમાંથી નીકળ્યાં દસ લાખનાં ઘરેણાં

Published : 27 February, 2026 01:07 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીના રોહિણી વિસ્તારમાં સેક્ટર પચીસમાં રહેતી ચાંદનીકુમારીના ઘરે લોખંડની એક તિજોરી કાટ ખાતી પડી હતી.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


દિલ્હીના રોહિણી વિસ્તારમાં સેક્ટર પચીસમાં રહેતી ચાંદનીકુમારીના ઘરે લોખંડની એક તિજોરી કાટ ખાતી પડી હતી. ચાંદનીએ જૂના સામાન ભેગી એ તિજોરી પણ ભંગારમાં આપી દીધી. જ્યારે કબાડીવાળો આવ્યો અને લઈ ગયો ત્યાં સુધી ચાંદનીને ખબર પણ નહોતી કે તિજોરીના લૉકરમાં ઘરેણાં પડ્યાં છે. એ પણ નાની-સૂની કિંમતનાં નહીં, પૂરાં ૧૦ લાખ રૂપિયાનાં. ભંગાર લઈ ગયેલા અશરફ નામના માણસે જ્યારે બીજા દિવસે તિજોરી ખોલીને અંદરથી સાફ કરી તો તેને લૉકર દેખાયું. લૉકર તોડીને જોયું તો એમાં સ્ટીલનો ડબ્બો મળ્યો. એ ડબ્બામાં સોનાનાં ઝૂમખાં, વીંટી, મંગળસૂત્ર, નથ અને ચાંદીનાં આભૂષણો દેખાયાં. અશરફ આ સામાન પોતાની પાસે રાખી લેવાને બદલે મૂળ માલિક પાસે આવ્યો. તેણે ચાંદનીકુમારીને એ ઘરેણાં પાછાં 
આપ્યાં. 


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 01:07 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK