Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૅબમાં સામાન ભૂલી જવામાં દિલ્હીવાસીઓ મોખરે, મુંબઈગરા બીજા ક્રમે

કૅબમાં સામાન ભૂલી જવામાં દિલ્હીવાસીઓ મોખરે, મુંબઈગરા બીજા ક્રમે

22 April, 2024 11:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅબમાં લોકો સૌથી વધારે ફોન, બૅગ, પર્સ અને કપડાં ભૂલી જાય છે

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


દિલ્હીને માત્ર દેશનું જ નહીં ગાડીમાં સામાન ભૂલી જતા ભૂલકણા લોકોનું પાટનગર પણ કહી શકાય. ટ્રાન્સપોર્ટેશન કંપની ઉબરે હાલમાં ૨૦૨૪ના વર્ષનો લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો એ મુજબ ટૅક્સીમાં સામાન ભૂલી જવાની સૌથી વધુ ઘટના દિલ્હીમાં નોંધાઈ છે. દિલ્હી સતત બીજા વર્ષે આ ઇન્ડેક્સમાં મોખરાના સ્થાને છે. સામાન ભૂલવામાં બીજા ક્રમે મુંબઈ અને ત્રીજા ક્રમે બૅન્ગલોર છે. એ પછી હૈદરાબાદ અને પુણેનો નંબર આવે છે. .કૅબમાં લોકો સૌથી વધારે ફોન, બૅગ, પર્સ અને કપડાં ભૂલી જાય છે એ પછી પાણીની બૉટલ, ચાવી, ચશ્માં, જ્વેલરી આવે છે. ઉબરની ઍપ પર ખોવાયેલો સામાન શોધવાનો વિકલ્પ છે. લોકો ઑપ્શન પર ક્લિક કરીને ચીજવસ્તુઓનું લિસ્ટ જોઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2024 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK