ડૉક્ટર તો ભગવાનનું રૂપ છે એવું કદાચ બધા લોકો માનતા હશે. જોકે ભારતમાં નકલી ડૉક્ટરોનો પણ કંઈ તોટો નથી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ડૉક્ટર તો ભગવાનનું રૂપ છે એવું કદાચ બધા લોકો માનતા હશે. જોકે ભારતમાં નકલી ડૉક્ટરોનો પણ કંઈ તોટો નથી. આટલી શ્રદ્ધાથી તમે જેની પાસેથી દવા લેતા હો તે ખરેખર ડૉક્ટર જ ન હોય ત્યારે? આવો અનુભવ @medicinefile નામના થ્રેડ અકાઉન્ટ પરથી એક ભાઈએ એક પ્રિસ્ક્રિપ્શન દ્વારા શૅર કર્યો હતો. શ્રીવાસ્તવ ક્લિનિક નામના લેટરહેડ પર બે ડૉક્ટરોનાં નામ છે. એક ડૉક્ટર દિનેશ શ્રીવાસ્તવની ડિગ્રી BAMS એટલે કે આયુર્વેદ ફિઝિશ્યન અને સર્જ્યનની છે, જ્યારે બીજા ડૉ. વરુણ શ્રીવાસ્તવની પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ ઇન આર્ટ્સની છે. ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન પણ હિન્દીમાં લખ્યું છે. ધારો કે કોઈ દરદીને વાંચતાં આવડતું હોય અને ડિગ્રીની સમજ હોય તો પૉલિટિકલ સાયન્સ વાંચીને આ રાજકારણી વૈદ્યની દવા લેવાનું માંડી જ વાળે.

