નકવીનો પહેલો પડકાર એ રહેશે કે મેન્સ એશિયા કપનું સુચારુ આયોજન કરવામાં આવે જે T20 ફૉર્મેટમાં રમાશે.
PCB અધ્યક્ષ મોહસિન નકવી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ગુરુવારે શ્રીલંકા ક્રિકેટના વડા શમ્મી સિલ્વાના સ્થાને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રેસિડન્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ACCનું પ્રમુખપદ સભ્ય દેશો વચ્ચે બદલાતું રહે છે અને હવે પાકિસ્તાનનો વારો છે. નકવી ૨૦૨૭ સુધી આ પદ પર રહેશે. નકવીનો પહેલો પડકાર એ રહેશે કે મેન્સ એશિયા કપનું સુચારુ આયોજન કરવામાં આવે જે T20 ફૉર્મેટમાં રમાશે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાવાની છે, પરંતુ હજી સુધી સ્થળની જાહેરાત કરવામાં આવી નથી. ACCમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બંગલાદેશ અને અફઘાનિસ્તાન સહિત કુલ ૩૦ સભ્યો છે.

