Nagpur Crime News: પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરીને ત્રણ આરોપીને પકડી પણ પાડવામાં આવ્યા છે. કોઈ સોહિલ ખાનને બચાવી શક્યા નહોતા.
પ્રતીકાત્મક તસવીર
Nagpur Crime News: મહારાષ્ટ્રના નાગપુરમાંથી ખૂબ જ દર્દનાક અને શરમજનક કહી શકાય એવા સમાચાર મળી રહ્યા છે. ગુરુવારની મોડી રાત્રે અહીં એક 35 વર્ષીય જણને મારી નાખવામાં આવ્યો છે. આ વ્યક્તિની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે આ બનાવને પગલે આ વિસ્તારમાં ગમગીની અને ભયનો માહોલ સર્જાઇ ગયો છે.
આ સમગ્ર મામલે (Nagpur Crime News) પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીને પકડી પણ પાડવામાં આવ્યો છે. આ મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે.
ADVERTISEMENT
નાગપુરમાં ઝિંગાબાઈ ટાકલી માર્કેટ વિસ્તાર આવેલો છે. અહીં રાત્રે લગભગ 10.15 વાગ્યાની આસપાસ આ બીના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. લગભગ પાંચ જેટલા હુમલાખોરોએ સોહેલ ખાન નામના શખ્સ પર જીવલેણ હુમલો કર્યો હતો. અને વારંવાર છરીના ઘા ઝીંક્યા હતા. જેને કારણે આ વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આ સમગ્ર મામલે (Nagpur Crime News) પોલીસ તપાસ જારી છે. આ હત્યા પાછળનું કારણ જૂની દુશ્મનાવટ હોઈ શકે એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસતંત્ર અત્યારે એક્ટિવ થયું છે. ઘટનાસ્થળ પરથી જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જે ફરાર છે એ બે આરોપીઓની પણ તપાસ ચાલી રહી છે. પોલીસે આ ક્રૂર ઘટના બાદ નાગપુરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારી જણાવી રહ્યા છે કે સોહેલ ખાન પર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે સ્થાનિક લોકો ત્યાં હાજર હતા. પરંતુ હુમલાખોરો સંખ્યામાં વધારે હોવાથી અને ડરી જવાને કારણે કોઈ આગળ આવ્યું નહોતું કે કોઈએ સોહિલ ખાનને બચાવવાનો સુદ્ધાં પ્રયત્ન કર્યો નહોતો. એમ કહી શકાય કે કોઈએ હિંમત જ કરી નહોતી.
પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની (Nagpur Crime News) ઓળખ કરીને તેમની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભય અને ટેન્શનભર્યું વાતાવરણ સર્જાયું છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓની શોધ કરી રહી છે.
વિડીયો પણ વાયરલ થયો હતો
આ સમગ્ર ઘટના (Nagpur Crime News)નો હચમચાવી નાખે તેવો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વિડીયોમાં બે હુમલાખોરો દેખાઈ આવતા હતા. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે આ હુમલાખોરો લોહીલુહાણ થયેલા અને રસ્તા પર પડેલા શખ્સ પર વાંરવાર હુમલો કરી રહ્યા હતા. આ વીડિયો આસપાસમાંથી જ બધુ નજરે જોઈ રહેલા કોઈએ રેકોર્ડ કર્યો હતો. વિડીયોમાં સંભળાઈ રહ્યું છે કે એક મહિલા આસપાસનાં બીજાં લોકોને તાત્કાલિક પોલીસને બોલાવવાની વિનંતી કરી રહી છે.

