Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરાનું મૃત્યુ માતાથી છુપાવવા માટે દીકરાનું AI વર્ઝન બનાવ્યું

દીકરાનું મૃત્યુ માતાથી છુપાવવા માટે દીકરાનું AI વર્ઝન બનાવ્યું

Published : 14 April, 2026 08:25 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાનડૉન્ગ પ્રાંતમાં જિયાંગ્સુ નામના એક ભાઈનું રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમનાં ૮૦ વર્ષનાં મમ્મી હૃદયરોગનાં દરદી છે એટલે આ ઉંમરે દીકરાના અવસાનનો આઘાત કદાચ જીરવી નહીં શકે એવું લાગતાં પરિવારજનોએ આ સમાચાર છૂપા રાખ્યા.

દીકરાનું મૃત્યુ માતાથી છુપાવવા માટે દીકરાનું AI વર્ઝન બનાવ્યું

દીકરાનું મૃત્યુ માતાથી છુપાવવા માટે દીકરાનું AI વર્ઝન બનાવ્યું


ચીનમાં એક પરિવારે દીકરાના મોતનું સત્ય તેની માતાથી છુપાવવા માટે અનોખો જુગાડ કર્યો હતો. શાનડૉન્ગ પ્રાંતમાં જિયાંગ્સુ નામના એક ભાઈનું રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમનાં ૮૦ વર્ષનાં મમ્મી હૃદયરોગનાં દરદી છે એટલે આ ઉંમરે દીકરાના અવસાનનો આઘાત કદાચ જીરવી નહીં શકે એવું લાગતાં પરિવારજનોએ આ સમાચાર છૂપા રાખ્યા. જોકે આવા સમાચાર લાંબો સમય છુપાવી શકાય નહીં. વારંવાર જિયાંગ્સુ વિશે પૂછતાં રહેતાં મમ્મીને શું કહેવું એ જ્યારે મૂંઝવણ થઈ ત્યારે જિયાંગ્સુના દીકરાએ પિતાના જૂના ફોટો, વિડિયો અને અવાજના સૅમ્પલ દ્વારા પિતા જેવો જ AI લુક તૈયાર કરાવ્યો. તેણે ઝાંગ ઝેવેઈ નામના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એક્સપર્ટનો સંપર્ક કર્યો. આ AI રોબો બિલકુલ માણસ જેવો જ દેખાય છે. જિયાંગ્સુ જેવા જ દેખાતા અને તેની જેમ જ વાત કરતા આ AI વર્ઝનમાં તેની રોજિંદી આદતો પણ કૉપી કરવામાં આવી છે. આ દીકરો હવે રોજ વિડિયો-કૉલ પર તેની માની તબિયતની ખબર પૂછે છે, મા સાથે વાતચીત કરે છે અને મા પણ દીકરાએ બરાબર ખાધું કે નહીં, ક્યારે પાછો આવીશ જેવી ઇમોશનલ વાતો કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 08:25 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK