મોરના ગામના ૫૮ વર્ષના રામપ્રસાદને તેમની જ બે દીકરીઓએ પથારીમાં મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના મોરના ગામમાં બે દીકરીઓએ રવિવારની રાતે પિતાનું ગળું ચીરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે બન્નેને પકડી લીધી છે. દીકરીઓનું કહેવું છે કે તેમના પપ્પા દરેક વાત પર તેમને ટોક્યા કરતા હતા અને દીકરા-દીકરીમાં ભેદ કરતા હતા. મોરના ગામના ૫૮ વર્ષના રામપ્રસાદને તેમની જ બે દીકરીઓએ પથારીમાં મોતને ઘાટ ઉતારી દીધા હતા.
