Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પિતરાઈ ભાઈઓને ફસાવવા માટે પિતાએ પોતાની જ દીકરીની હત્યા કરી

પિતરાઈ ભાઈઓને ફસાવવા માટે પિતાએ પોતાની જ દીકરીની હત્યા કરી

Published : 03 November, 2026 12:47 PM | Modified : 03 November, 2026 01:14 PM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફરિયાદમાં લખાવ્યું હતું કે પિતરાઈ ભાઈઓએ દીકરીના માથે ડંડા ફટકાર્યા હતા એટલે દીકરી લોહીલુહાણ થઈ ગઈ હતી. જોકે પોલીસે જ્યારે આ કેસની તપાસ કરી ત્યારે ધીમે-ધીમે ઘટનાના પડળો ખૂલતાં ગયાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે માથામાં લાકડી વાગવાનું નિશાન નહીં.

રામદેવ જાટવ

અજબ ગજબ

રામદેવ જાટવ


રાજસ્થાનના કરૌલી જિલ્લામાં પિતરાઈ ભાઈઓને હત્યાના આરોપમાં ફસાવવા માટે રામદેવ જાટવ નામના પિતાએ પોતાની જ ૮ મહિનાની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. તેણે પોતાની દીકરીને જમીન પર પટકી-પટકીને મારી નાખી હતી. આ ઘટના ૨૮ ઑક્ટોબરની છે. દીકરીને માર્યા પછી પિતાએ પોલીસમાં જઈને ચાર પિતરાઈ ભાઈઓ અને તેમની પત્નીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં લખાવ્યું હતું કે પિતરાઈ ભાઈઓએ દીકરીના માથે ડંડા ફટકાર્યા હતા એટલે દીકરી લોહીલુહાણ થઈ ગઈ હતી. જોકે પોલીસે જ્યારે આ કેસની તપાસ કરી ત્યારે ધીમે-ધીમે ઘટનાના પડળો ખૂલતાં ગયાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે માથામાં લાકડી વાગવાનું નિશાન નહીં, પરંતુ જમીન પર અફળાવાનાં નિશાન હતાં. પોલીસે રામદેવની જ ઊલટતપાસ કરતાં આખરે તેણે ખુદ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 01:14 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK