Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કરન્ટ લાગવાથી બેહોશ થઈ ગયેલા મોરને ફાયર-ફાઇટરોએ CPR આપીને બચાવી લીધો

કરન્ટ લાગવાથી બેહોશ થઈ ગયેલા મોરને ફાયર-ફાઇટરોએ CPR આપીને બચાવી લીધો

Published : 22 February, 2026 02:41 PM | IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેરલાના પલક્કડમાં એક મોર અચાનક ખુલ્લા ટ્રાન્સફૉર્મરના સંપર્કમાં આવી જતાં એને કરન્ટ લાગ્યો હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


કેરલાના પલક્કડમાં એક મોર અચાનક ખુલ્લા ટ્રાન્સફૉર્મરના સંપર્કમાં આવી જતાં એને કરન્ટ લાગ્યો હતો. એને કારણે તે બેભાન થઈને જમીન પર પડી ગયો. અચાનક જમીન પર ઢળી પડેલા મોરને જોઈને સ્થાનિક લોકોએ ઇમર્જન્સી સર્વિસને ફોન કરતાં કેરલાની ફાયર ઍન્ડ રેસ્ક્યુ સર્વિસિસની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. મોરને બેહોશ જોઈને ફાયર-ફાઇટરોની ટીમે એના શ્વાસ તપાસ્યા તો ખૂબ જ ધીમે શ્વાસ ચાલી રહ્યા હતા એટલે તેમણે મોરને કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) આપ્યું. મોરના હૃદયના ભાગ પર થોડીક મિનિટો સુધી દબાણ આપ્યું અને વચ્ચે-વચ્ચે મોંએથી મોરની ચાંચમાં શ્વાસ ભરવાની કોશિશ કરતા રહ્યા. આખરે થોડી જ મિનિટોમાં મોરને ભાન આવ્યું, પરંતુ એ પછી પણ પૂરી ચેતના નહોતી. જોકે પ્રાથમિક ઉપચારમાં ભાન આવ્યા પછી મોરને પ્રાણીઓના ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો. બરાબર રિકવરી થયા પછી એને વન્યજીવ વિભાગને સોંપી દેવામાં આવ્યો.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 02:41 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK