ઈએસપીએનના ન્યુઝ-ઍન્કર એશ્લી બ્રુઅરે ટ્વિટર પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને એનો વિડિયો બનાવી અપલોડ કર્યો હતો.
બે ફ્લાઇટ અટેન્ડન્ટના ઝઘડામાં વિમાન પડ્યું મોડું
લૉસ ઍન્જલસથી હ્યુસ્ટન જતી સ્કાયવેસ્ટની ફ્લાઇટ બે ફ્લાઇટ અટેન્ડન્ટની લડાઈને કારણે માડી પડી હતી. આશરે એક કલાક પછી નવા ફ્લાઇટ અટેન્ડન્ટ આવ્યા બાદ ફ્લાઇટ ઊડી શકી હતી.
વાત જાણે એમ હતી કે ફ્લાઇટની એક પૅસેન્જર પતિ સાથે બેસવા ઇચ્છતી હોવાથી તેણે ફ્લાઇટ અટેન્ડન્ટને સીટ બદલી આપવાની વિનંતી કરી હતી. પુરુષ ફ્લાઇટ અટેન્ડન્ટ એમ કરવા રાજી હોવા છતાં કોઈ અકથ્ય કારણસર ફ્લાઇટની મહિલા અટેન્ડન્ટે સીટ એક્સચેન્જ કરવાનો ઇનકાર કરતાં બન્ને ફ્લાઇટ અટેન્ડન્ટ વચ્ચે ઝઘડો થતાં બન્નેએ સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. ઈએસપીએનના ન્યુઝ-ઍન્કર એશ્લી બ્રુઅરે ટ્વિટર પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને એનો વિડિયો બનાવી અપલોડ કર્યો હતો.
આ સંપૂર્ણ ઘટના દરમ્યાન જે લેડીએ પોતાના પતિની બાજુમાં બેસવાની ઇચ્છાથી સીટ બદલાવવાની માગણી કરી હતી તેણે આખી વાતને સહજ રીતે લઈ સીટ ન બદલાય તો પણ ચાલશે એવો અભિગમ અપનાવ્યો હતો. પુરુષ અટેન્ડન્ટે તેની સાથી-મહિલા અટેન્ડન્ટ પર ગુસ્સો કરતાં તેણે ફ્લાઇટનો આગળનો દરવાજો ખોલીને રડવાની શરૂઆત કરી દીધી હતી.આ તમામ ઘટનાને જોઈ રહેલા પૅસેન્જર્સ ફ્લાઇટ ક્યારે ઊડવાની શરૂઆત કરે એની રાહ જોઈ રહ્યા હતા. જોકે થોડા સમય પછી નવા ફ્લાઇટ અટેન્ડન્ટ આવ્યા અને ફ્લાઇટ ટેક-ઑફ થઈ હતી.

