ફ્રાન્સના મિયો શહેરમાં પ્રશાસને ચેપી રોગ હોવાની સંભાવના ધરાવતી ગાયોની સામૂહિક હત્યા કરતાં સ્થાનિક ખેડૂતો રોષે ભરાયા છે.
ખેડૂતોએ ગાયોની હત્યા કરવાની સરકારની નીતિ સામે વિરોધ શરૂ કર્યો છે.
ફ્રાન્સના મિયો શહેરમાં પ્રશાસને ચેપી રોગ હોવાની સંભાવના ધરાવતી ગાયોની સામૂહિક હત્યા કરતાં સ્થાનિક ખેડૂતો રોષે ભરાયા છે. ગાયોને ત્વચાનો ચેપી રોગ થયો હોવાનું જણાતાં જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં તમામ શંકાસ્પદ પ્રાણીઓને મારી નાખવામાં આવી રહ્યાં છે. ખેડૂતોએ ગાયોની હત્યા કરવાની સરકારની નીતિ સામે વિરોધ શરૂ કર્યો છે. રસ્તા પર આંદોલન કરીને થાકેલા ખેડૂતોએ હવે સર્જનાત્મક રીતે ઠેર-ઠેર દેખાવો કરવાનું શરૂ કર્યું છે. આ પ્રદર્શનોમાં ક્યાંક આગજની થઈ તો ક્યાંક સફેદ કપડાં પહેરીને માણસોએ મરેલી ગાયની જેમ રસ્તા પર સૂઈ જઈને વિરોધ કર્યો હતો. એક ગામમાં તો લોકોએ અર્થમૂવર પર નકલી માનવ-મૃતદેહ લટકાવીને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાનો વિરોધ કર્યો હતો.


